________________ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 105 આયુષ્યની ચરમાવલિકામાં ૬ઢા ગુણઠાણે રહેલા જીવને ૭નું ઉદીરણાસ્થાનક હોય અને ૭મા ગુણઠાણે આવીને ૬નું ઉદીરણાસ્થાનક થાય તે બીજુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. ૧૦માં ગુણઠાણાની ચરમાવલિકા પૂર્વે ૬નું ઉદીરણાસ્થાનક હોય અને ૧૦માં ગુણઠાણાની ચરમાવલિકામાં આવીને પનું ઉદીરણાસ્થાનક થાય તે ત્રીજુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. ૧૨માં ગુણઠાણાની ચરમાવલિકા પૂર્વે પનું ઉદીરણાસ્થાનક હોય અને ૧૨મા ગુણઠાણાની ચરમાવલિકામાં આવીને રનું ઉદીરણાસ્થાનક થાય તે ચોથુ અલ્પતર ઉદીરણાસ્થાનક છે. અવસ્થિત ઉદીરણાસ્થાનક-૫ :- ૮નું, ૭નું, દનું, પનું, ૨નું પાંચે ઉદીરણાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત હોય છે. તેથી અવસ્થિત ઉદીરણાસ્થાનકો પ છે - ૮નું, ૭નું, દનું, પનું, ૨નું. અવ્યક્તવ્ય ઉદીરણાસ્થાનક :- નથી સર્વથા ઉદીરણાનો અભાવ થયા પછી ફરીથી ઉદીરણા થતી નથી. તેથી અવક્તવ્ય ઉદીરણાસ્થાનક નથી. ઉત્તરપ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે : નામકર્મ સિવાયના 7 કર્મોના ઉદીરણાસ્થાનકો, ભૂયસ્કાર ઉદીરણાસ્થાનકો, અલ્પતર ઉદીરણાસ્થાનકો, અવસ્થિત ઉદીરણાસ્થાનકો અને અવક્તવ્ય ઉદીરણાસ્થાનકો તેમના ઉદયસ્થાનકો, ભૂયસ્કાર ઉદયસ્થાનકો, અલ્પતર ઉદયસ્થાનકો, અવસ્થિત ઉદયસ્થાનકો અને અવક્તવ્ય ઉદયસ્થાનકોની સમાન છે. નામકર્મના ૮ના અને ૯ના ઉદયસ્થાનકો ૧૪મા ગુણઠાણે હોય છે. ૧૪મા ગુણઠાણે ઉદીરણા થતી નથી. તેથી નામકર્મના