________________ સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે 101 ૪થા ગુણઠાણાના ૪પના ઉદયસ્થાનકથી પટના ઉદયસ્થાનક સુધીના બધા ઉદયસ્થાનકો ભૂયસ્કાર ઉદયસ્થાનક અને અલ્પતર ઉદયસ્થાનક છે, કેમકે નિદ્રા-ભય-જુગુપ્સા-ઉદ્યોત અધ્રુવોદયી પ્રકૃતિઓ છે. ૪૪નું ઉદયસ્થાનક માત્ર અલ્પતર ઉદયસ્થાનક છે. પ૯નું ઉદયસ્થાનક માત્ર ભૂયસ્કાર ઉદયસ્થાનક છે. મિથ્યાષ્ટિને વિગ્રહગતિમાં 44 + મિથ્યાત્વમોહનીય + અનંતાનુબંધી 1 = ૪૬નું ઉદયસ્થાનક હોય છે. મિથ્યાદષ્ટિને વિગ્રહગતિમાં અનંતાનુબંધીના ઉદય વિનાનું ૪પનું ઉદયસ્થાનક હોતું નથી, કેમકે અનંતાનુબંધીના ઉદય વિનાના મિથ્યાષ્ટિનું મરણ થતું ન હોવાથી મિથ્યાષ્ટિને વિગ્રહગતિમાં અનંતાનુબંધીના ઉદયસહિતનું જ ઉદયસ્થાનક હોય. મિથ્યાષ્ટિને ૪૬ના ઉદયસ્થાનકથી ૫૯ના ઉદયસ્થાનક સુધીના ઉદયસ્થાનકો છે. તે છઠ્ઠો કર્મગ્રંથના આધારે સ્વયં જાણી લેવા. ભૂયસ્કાર ઉદયસ્થાનક-૧૯ :- કેવળીના ઉદયસ્થાનક પરથી છબસ્થના ઉદયસ્થાનક પર ન જવાય. તેથી ૪૪નું ભૂયસ્કાર ઉદયસ્થાનક હોતું નથી. અતીર્થકરના ઉદયસ્થાનક પરથી તીર્થકરના ઉદયસ્થાનક પર ન જવાય. તેથી ૧૨નું ભૂયસ્કાર ઉદયસ્થાનક હોતું નથી. અયોગી કેવળીના ઉદયસ્થાનક પરથી સયોગી કેવળીના ઉદયસ્થાનક પર ન જવાય. તેથી ૨૩ના અને ૨૪ના ભૂયસ્કાર ઉદયસ્થાનક હોતા નથી. ૧૧ના ઉદયસ્થાનકની નીચેનું કોઈ ઉદયસ્થાનક નથી. તેથી ૧૧નું ભૂયસ્કાર ઉદયસ્થાનક હોતું નથી. ૩૧ના ઉદયસ્થાનકની નીચેના કોઈપણ ઉદયસ્થાનક પરથી ૩૧ના ઉદયસ્થાનક પર જવાતું નથી. તેમજ ૩૨ના ઉદયસ્થાનકની નીચેના કોઈપણ ઉદયસ્થાનક પરથી ૩૨ના ઉદયસ્થાનક પર જવાતું નથી. તેથી ૩૧ના અને ૩૨ના ભૂયસ્કાર ઉદયસ્થાનક હોતા નથી.