________________ 84 મોહનીયમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે અવસ્થિત ઉદયસ્થાનક-૧ :- ૧નું સદા ૧નું અવસ્થિત ઉદયસ્થાનક હોય છે. અવક્તવ્ય ઉદયસ્થાનક :- નથી. વેદનીયકર્મના ઉદયનો સર્વથા અભાવ થયા પછી ફરી ઉદય થતો ન હોવાથી તેનું અવક્તવ્ય ઉદયસ્થાનક નથી. (4) મોહનીય : ઉદયસ્થાનક-૯ - ૧૦નું, ૯નું, ૮નું, ૭નું, દનું, પનું, ૪નું, રાં, ૧નું. આ ઉદયસ્થાનકોની પ્રકૃતિ અને સ્વામી છઠ્ઠા કર્મગ્રંથમાંથી જાણી લેવા. ભૂયસ્કાર ઉદયસ્થાનક-૮ :- રનું, ૪નું, પy, ૬નું, ૭નું, ૮નું, ૯નું, ૧૦નું. અલ્પ પ્રકૃતિઓનો ઉદય હોય અને પછી વધુ પ્રકૃતિઓનો ઉદય થાય ત્યારે આ આઠ ભૂયસ્કાર ઉદયસ્થાનકો થાય છે. અલ્પતર ઉદયસ્થાનક-૮ :- ૯નું, ૮નું, ૭નું, દનું, પનું, ૪નું, રનું, ૧નું. વધુ પ્રકૃતિઓનો ઉદય હોય અને પછી અલ્પ પ્રકૃતિઓનો ઉદય થાય ત્યારે આ આઠ અલ્પતર ઉદયસ્થાનકો થાય છે. અવસ્થિત ઉદયસ્થાનક-૯ :- ૧૦નું, ૯નું, ૮નું, ૭નું, દનું, પનું, ૪નું, રનું, ૧નું. નવે ઉદયસ્થાનકો બીજા સમયથી અવસ્થિત હોય છે. તેથી આ નવ અવસ્થિત ઉદયસ્થાનકો છે.