________________ નામમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે જીવ ૮ના ઉદયસ્થાનક પરથી ૯ના ઉદયસ્થાનક પર, ૯ના ઉદયસ્થાનક પરથી ૨૦ના ઉદયસ્થાનક પર, ૨૦ના ઉદયસ્થાનક પરથી ૨૧ના ઉદયસ્થાનક પર ન જાય. તથા ૮ના ઉદયસ્થાનકથી નીચેનું કોઈ ઉદયસ્થાનક નથી. તેથી ૮ના, ના, ૨૦ના, ૨૧ના ભૂયસ્કાર ઉદયસ્થાનકો નથી. જીવ ર૧ના વગેરે ઉદયસ્થાનકો પરથી ૨૪ના વગેરે ઉદયસ્થાનકો પર જાય છે. તેથી ઉપર કહ્યા મુજબ 8 ભૂયસ્કાર ઉદયસ્થાનકો છે. અલ્પતર ઉદયસ્થાનક-૯ :- ૩૦નું, ૨૯નું, ૨૮નું, ૨૭નું, ૨૬નું, ૨૧નું, ૨૦નું, ૯નું, ૮નું જીવ ઉપરના ઉદયસ્થાનક પરથી ૨૫ના ઉદયસ્થાનક પર, ૨૫ના ઉદયસ્થાનક પરથી ૨૪ના ઉદયસ્થાનક પર ન જાય. તથા ૩૧ના ઉદયસ્થાનકથી ઉપરનું કોઈ ઉદયસ્થાનક નથી. તેથી ૩૧ના, ૨૫ના અને ૨૪ના અલ્પતર ઉદયસ્થાનકો નથી. શેષ અલ્પતર ઉદયસ્થાનકો સંભવે છે. તે તીર્થકર અને અતીર્થકરને આશ્રયીને આ પ્રમાણે છે - (1) સ્વભાવસ્થ અતીર્થકર કેવળીને ૩૦નું ઉદયસ્થાનક હોય છે. સમુદ્ધાતમાં બીજા સમયે ઔદારિકમિશ્ર કાયયોગમાં પરાઘાત, ઉચ્છવાસ, ખગતિ 1, સ્વર ૧નો નિરોધ થતા ર૬નું ઉદયસ્થાનક થાય છે. તે પહેલુ અલ્પતર ઉદયસ્થાનક છે. (2) સ્વભાવસ્થ તીર્થકર કેવળીને ૩૧નું ઉદયસ્થાનક હોય છે. સમુદ્દઘાતમાં બીજા સમયે ઔદારિક મિશ્ર કાયયોગમાં પરાઘાત, ઉચ્છવાસ, ખગતિ 1, સ્વર ૧નો નિરોધ થતા ૨૭નું ઉદયસ્થાનક થાય છે. તે બીજુ અલ્પતર ઉદયસ્થાનક છે. (3) અતીર્થકર કેવળીને સમુદ્યાતમાં બીજા સમયે ૨૬નું ઉદયસ્થાનક હોય છે. સમુદ્યાતમાં ત્રીજા સમયે કાર્પણ