________________ 88 નામમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે કાયયોગમાં સંસ્થાન 1, ૧લુ સંઘયણ, ઔદારિક 2, ઉપઘાત, પ્રત્યેકનો નિરોધ થતા ૨૦નું ઉદયસ્થાનક થાય છે. તે ત્રીજુ અલ્પતર ઉદયસ્થાનક છે. (4) તીર્થકરકેવળીને સમુદ્ધાતમાં બીજા સમયે ર૭નું ઉદયસ્થાનક હોય છે. સમુદ્દઘાતમાં ત્રીજા સમયે કાર્પણ કાયયોગમાં સંસ્થાન 1, ૧લુ સંઘયણ, ઔદારિક ર, ઉપઘાત, પ્રત્યેકનો નિરોધ થતા ર૧નું ઉદયસ્થાનક થાય છે. તે ચોથુ અલ્પતર ઉદયસ્થાનક છે. (5) અતીર્થકર કેવળીને ૩૦નું ઉદયસ્થાનક હોય અને સ્વરનો નિરોધ થયા પછી ૨૯નું ઉદયસ્થાનક થાય તે પાંચમુ અલ્પતર ઉદયસ્થાનક છે. (6) અતીર્થકર કેવળીને ર૯નું ઉદયસ્થાનક હોય અને ઉછુવાસનો નિરોધ થયા પછી ૨૮નું ઉદયસ્થાનક થાય તે છઠુ અલ્પતર ઉદયસ્થાનક છે. (7) અતીર્થકર કેવળીને ૨૮નું ઉદયસ્થાનક હોય અને ૧૪મા ગુણઠાણે ૮નું ઉદયસ્થાનક થાય તે સાતમુ અલ્પતર ઉદયસ્થાનક છે. (8) તીર્થકર કેવળીને ૩૧નું ઉદયસ્થાનક હોય અને સ્વરનો નિરોધ થયા પછી ૩૦નું ઉદયસ્થાનક થાય તે આઠમું અલ્પતર ઉદયસ્થાનક છે. પછી તેને ઉશ્વાસનો નિરોધ થતા ૨૯નું ઉદયસ્થાનક થાય તે પાંચમુ અલ્પતર ઉદયસ્થાનક છે. (9) તીર્થકર કેવળીને ૨૯નું ઉદયસ્થાનક હોય અને ૧૪મા ગુણઠાણે ૯નું ઉદયસ્થાનક થાય તે નવમું અલ્પતર ઉદયસ્થાનક છે.