________________ સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે 93 (4) તીર્થકર કેવળીને સમુદ્ધાતમાં ઔદારિકમિશ્રકાયયોગમાં ૩૦નું ઉદયસ્થાનક હોય અને સ્વભાવસ્થ થયા પછી ૩૪નું ઉદયસ્થાનક થાય તે ચોથુ ભૂયસ્કાર ઉદયસ્થાનક છે. અલ્પતર ઉદયસ્થાનક-૯ :- ૩૩નું, ૩૨નું, ૩૧નું, ૩૦નું, ૨૯નું, ૨૪નું, ૨૩નું, ૧૨નું, ૧૧નું. (૩૪નું અલ્પતર ઉદયસ્થાનક સંભવતુ નથી.) તે આ પ્રમાણે - (1) તીર્થકર કેવળીને ૩૪નું ઉદયસ્થાનક હોય અને સ્વરનો નિરોધ થયા પછી ૩૩નું ઉદયસ્થાનક થાય તે પહેલું અલ્પતર ઉદયસ્થાનક છે. (2) તીર્થકર કેવળીને સ્વરનો નિરોધ થયા પછી ૩૩નું ઉદયસ્થાનક હોય અને ઉચ્છવાસનો નિરોધ થયા પછી ૩રનું ઉદયસ્થાનક થાય તે બીજુ અલ્પતર ઉદયસ્થાનક છે. અતીર્થકર કેવળીને ૩૩નું ઉદયસ્થાનક હોય અને સ્વરનો નિરોધ થયા પછી ૩૨નું ઉદયસ્થાનક થાય તે પણ બીજુ અલ્પતર ઉદયસ્થાનક છે. (3) અતીર્થકર કેવળીને સ્વરનો નિરોધ થયા પછી ૩રનું ઉદયસ્થાનક હોય અને ઉચ્છવાસનો નિરોધ થયા પછી ૩૧નું ઉદયસ્થાનક થાય તે ત્રીજુ અલ્પતર ઉદયસ્થાનક છે. તીર્થકર કેવળીને ૩૪નું ઉદયસ્થાનક હોય અને સમુદ્ધાતમાં ઔદારિકમિશ્નકાયયોગમાં ૩૦નું ઉદયસ્થાનક થાય તે ચોથુ અલ્પતર ઉદયસ્થાનક છે. અતીર્થકર કેવળીને ૩૩નું ઉદયસ્થાનક હોય અને સમુદ્ધાતમાં ઔદારિકમિશકાયયોગમાં ર૯નું ઉદયસ્થાનક થાય તે પાંચમુ અલ્પતર ઉદયસ્થાનક છે. .. (5)