________________ 73 સમ્યકત્વમોહનીયના પ્રદેશસત્તાસ્થાનો (5) સમ્યકત્વમોહનીય :- સભ્યત્વમોહનીયના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો 1 આવલિકાના સમય પ્રમાણ છે. સમ્યત્વમોહનીયની અભવ્ય યોગ્ય જઘન્ય સ્થિતિસત્તાવાળો અને જઘન્ય પ્રદેશસત્તાવાળો ક્ષપિતકર્માશ જીવ ત્રસમાં આવી અનેકવાર સમ્યકત્વ અને દેશવિરતિ પામે. પછી તે 4 વાર ઉપશમશ્રેણિ માંડે. પછી તે 132 સાગરોપમ સુધી સમ્યક્ત્વ પાળે. પછી તે ૧લા ગુણઠાણે જઈ લાંબાકાળની ઉદ્ધલનાથી સમ્યકત્વમોહનીયની ઉદ્ધલના કરે. તેના ચરમ સ્થિતિખંડને સંક્રમાવ્યા પછી તે તેની ચરમાવલિકાના દલિકોને તિબુકસંક્રમથી મિથ્યાત્વમોહનીયમાં નાંખે. તેના ચરમ સમયે સમ્યકત્વમોહનીયનું જઘન્ય પ્રદેશસત્તાસ્થાન હોય છે. ત્યાર પછી વિવિધ જીવોની અપેક્ષાએ 1-1 પરમાણુની વૃદ્ધિથી ગુણિતકર્માશના તે સમયના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી નિરંતર પ્રદેશસત્તાસ્થાનો છે. આ બધા પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક છે. તે ચરમસ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું સ્પર્ધક છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્તિ વખતે સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયની 1 સમયની સ્થિતિસત્તા હોય છે પણ તે અન્ય પ્રકૃતિના સંક્રમથી પુષ્ટ થયેલ હોય છે. તેથી ત્યારથી માંડીને પ્રદેશસત્તાસ્થાનના સ્પર્ધકોની વિચારણા કરી નથી. એમ છેલ્લી બે સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું બીજુ સ્પર્ધક છે. એમ સમયચૂન 1 આવલિકાના સમયો જેટલા પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો છે. તથા ચરમ સ્થિતિખંડના ચરમપ્રક્ષેપ વખતના પ્રદેશસત્તાસ્થાનથી માંડીને પશ્ચાનુપૂર્વીથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી યથોત્તર વૃદ્ધિવાળા પ્રદેશસત્તાસ્થાનો છે. આ પ્રદેશસત્તાસ્થાનોનું પણ એક સ્પર્ધક છે.