________________ 78 83 પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો છે. તેમાં 1 પરમાણુ ઉમેરવાથી બીજુ પ્રદેશસત્તાસ્થાન થાય છે. એમ વિવિધ જીવોની અપેક્ષાએ 1-1 પરમાણુની વૃદ્ધિથી ગુણિતકર્મીશના તે સમયના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધીના અનંત પ્રદેશસત્તાસ્થાનો છે. તે બધા પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક છે. આ ચરમસ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું સ્પર્ધક છે. એમ છેલ્લી બે સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું બીજુ સ્પર્ધક છે, છેલ્લી ત્રણ સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું ત્રીજુ સ્પર્ધક છે. એમ ૧૪માં ગુણઠાણાના સમયો જેટલા પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો છે. ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે ચરમ સ્થિતિખંડના ચરમ પ્રક્ષેપ વખતના પ્રદેશસત્તાસ્થાનથી માંડીને પોતપોતાના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી યથોત્તરવૃદ્ધ પ્રદેશસત્તાસ્થાનો છે. આ બધા પ્રદેશસત્તાસ્થાનોનું પણ 1 સ્પર્ધક છે. તેથી આ પ્રવૃતિઓના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો ૧૪મા ગુણઠાણાના સમયો + 1 જેટલા છે. (12) ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમયે ક્ષય થનારી 83 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો ૧૪માં ગુણઠાણાના સમયો જેટલા છે. ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમયે આ પ્રવૃતિઓનું ક્ષપિતકર્માશનું જઘન્ય પ્રદેશસત્તાસ્થાન તે પ્રથમ પ્રદેશસત્તાસ્થાન છે. તેમાં 1 પરમાણુ ઉમેરવાથી બીજુ પ્રદેશસત્તાસ્થાન થાય છે. એમ વિવિધ જીવોની અપેક્ષાએ 1-1 પરમાણુની વૃદ્ધિથી ગુણિતકર્માશના તે સમયના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધીના અનંત પ્રદેશસત્તાસ્થાનો છે. તે બધા પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક છે. આ દ્વિચરમ સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું સ્પર્ધક છે. એમ દ્વિચરમ