________________ 8O ભૂયસ્કારાદિ ભૂયસ્કારાદિ 8 કરણો અને ઉદય-સત્તા - આ ૧૦ના પ્રકૃતિ-સ્થિતિ-રસપ્રદેશમાં ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય જાણવા. ભૂયસ્કાર :- ઓછા પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશના બંધ, સંક્રમ વગેરે થતા હોય અને પછી વધુ પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશના બંધ, સંક્રમ વગેરે થાય તે ભૂયસ્કાર છે. અલ્પતર :- વધુ પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશના બંધ, સંક્રમ વગેરે થતા હોય અને પછી ઓછા પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશના બંધ, સંક્રમ વગેરે થાય તે અલ્પતર છે. અવસ્થિત :- પૂર્વે જેટલા પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશના બંધ, સંક્રમ વગેરે થતા હોય તેટલા જ પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશના બંધ, સંક્રમ વગેરે થાય તે અવસ્થિત છે. અવક્તવ્ય :- પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશના બંધ, સંક્રમ વગેરે સર્વથા બંધ થયા પછી ફરી શરૂ થાય તે અવક્તવ્ય છે. મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓમાં બંધને આશ્રયી ભૂયસ્કાર વગેરે પમા કર્મગ્રંથમાંથી જાણી લેવા. મૂળપ્રકૃતિઓ અને ઉત્તરપ્રકૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે આ પ્રમાણે છે - મૂળપ્રકૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે - ઉદયસ્થાનક-૩ :- ૮નું, ૭નું, ૪નું જેટલો રાગ વિષયો પ્રત્યે છે તેનાથી અધિક રાગ જો દેવ અને ગુરુ પ્રત્યે આવે તો અશુભ અનુબંધો તૂટે.