________________ 83 પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો 79 સ્થિતિ અને ત્રિચરમ સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું બીજુ સ્પર્ધક છે, દ્વિચરમ સ્થિતિ ત્રિચરમ સ્થિતિ - ચતુચ્ચરમ સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું ત્રીજુ સ્પર્ધક છે. એમ ૧૪માં ગુણઠાણાના સમયો કરતા 1 જૂન જેટલા પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો છે. ૧૩માં ગુણઠાણાના ચરમ સમયે ચરમ સ્થિતિખંડના ચરમ પ્રક્ષેપ વખતના પ્રદેશસત્તાસ્થાનથી માંડીને પોતપોતાના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી યથોત્તરવૃદ્ધ પ્રદેશસત્તાસ્થાનો છે. આ બધા પ્રદેશસત્તાસ્થાનોનું પણ 1 સ્પર્ધક છે. તેથી આ પ્રવૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો ૧૪મા ગુણઠાણાના સમયો - 1 + 1 જેટલા છે, એટલે કે ૧૪માં ગુણઠાણાના સમયો જેટલા છે. મનુષ્યગતિ વગેરે કેટલીક પ્રવૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો બે રીતે સંભવે છે. તે ઉપર બતાવ્યા મુજબ છે. આ જ રીતે બંધનકરણ વગેરે આઠ કરણો અને ઉદયમાં પણ પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો જાણવા, એટલે કે પ્રદેશબંધસ્થાનો, પ્રદેશસંક્રમસ્થાનો વગેરે જાણવા. તે આ રીતે - બંધનકરણમાં જઘન્ય યોગસ્થાનથી ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધીના બંધને આશ્રયીને પ્રદેશસત્તાસ્થાનો (પ્રદેશબંધસ્થાનો) મળે છે. તેમનું 1 સ્પર્ધક છે.એમ સંક્રમકરણ વગેરેમાં પણ જાણવું. સરળ આત્માની વિશુદ્ધિ થાય છે. ધર્મરહિત એવો રાજા પણ ગરીબ જ છે. સદ્ધર્મસંપન્ન એવો ગરીબ પણ વિશ્વમાં રાજા કરતા પણ વધારે છે. * પ્રવ્રયા એટલે પાપથી ચારિત્રયોગો તરફની પરમયાત્રા.