________________ 12 પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો સુધી 1-1 પરમાણુની વૃદ્ધિથી નિરંતર અનંત પ્રદેશસત્તાસ્થાનો છે. આ બધા પ્રદેશસત્તાસ્થાનોનું 1 સ્પર્ધક છે. આ ચરમ સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું સ્પર્ધક છે. એમ છેલ્લી બે સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું બીજુ સ્પર્ધક છે, છેલ્લી ત્રણ સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું ત્રીજુ સ્પર્ધક છે. આમ પ્રદેશસત્તાસ્થાનોના ૧૨મા ગુણઠાણાના છેલ્લા સંખ્યાતમા ભાગના સમયો જેટલા સ્પર્ધકો છે. નિદ્રા ર ના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો સમય ન્યૂન ૧૨મા ગુણઠાણાના છેલ્લા સંખ્યાતમા ભાગના સમયો જેટલા છે. ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપ વખતના પ્રદેશસત્તાસ્થાનથી માંડીને પશ્ચાનુપૂર્વીથી પોતપોતાના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી યથોત્તરવૃદ્ધ પ્રદેશસત્તાસ્થાનો છે. તે બધા પ્રદેશસત્તાસ્થાનોનું એક સ્પર્ધક છે. તેથી જ્ઞાનાવરણ પ વગેરે 14 પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો ૧૨મા ગુણઠાણાના છેલ્લા સંખ્યાતમા ભાગના સમયો + 1 જેટલા છે. નિદ્રા 2 ના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો ૧૨માં ગુણઠાણાના છેલ્લા સંખ્યાતમા ભાગના સમયો - 1 + 1 જેટલા છે, એટલે કે ૧૨મા ગુણઠાણાના છેલ્લા સંખ્યાતમા ભાગના સમયો જેટલા છે. (11) મનુષ્યગતિ, મનુષ્યાયુષ્ય, પંચેન્દ્રિયજાતિ, સુભગ, આદેય, યશ, ત્રસ 3, જિનનામકર્મ, ઉચ્ચગોત્ર, સાતા/અસાતા = 12 :- આ પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો ૧૪મા ગુણઠાણાના સમયો + 1 જેટલા છે. ૧૪માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રવૃતિઓનું ક્ષપિતકર્માશનું જઘન્ય પ્રદેશસત્તાસ્થાન તે પ્રથમ પ્રદેશસત્તાસ્થાન