________________ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનું સ્વામિત્વ (6) સંજ્વલન ક્રોધ :- પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જે સમયે સંજવલન ક્રોધમાં સર્વસંક્રમ વડે પુરુષવેદને સંક્રમાવે તે સમયે તેને સંજવલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (7) સંજ્વલન માન :- સંજવલન ક્રોધની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જે સમયે સંજવલન માનમાં સર્વસંક્રમ વડે સંજવલન ક્રોધને સંક્રમાવે તે સમયે તેને સંજવલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. સંજ્વલન માયા :- સંજ્વલન માનની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જે સમયે સંજવલન માયામાં સર્વસંક્રમ વડે સંજવલન માનને સંક્રમાવે તે સમયે તેને સંજવલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. સંજ્વલન લોભ :- સંજવલન માયાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જે સમયે સંજવલન લોભમાં સર્વસંક્રમ વડે સંજવલન માયાને સંક્રમાવે તે સમયે તેને સંજવલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (10) સાતા, યશ, ઉચ્ચગોત્ર = 3 :- ગુણિતકર્માશ જીવ ચાર વાર ઉપશમશ્રેણિ માંડીને પછી શીધ્ર ક્ષપકશ્રેણિ માંડે. તેમાં ૧૦માં ગુણઠાણાના ચરમ સમયે તેને આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. શ્રેણિ પર ચઢેલો જીવ આ પ્રકૃતિઓમાં ગુણસંક્રમથી અશુભ પ્રકૃતિઓના ઘણા દલિકો સંક્રમાવે છે. (૧૧)દેવાયુષ્ય, નરકાયુષ્ય = 2 :- ઉત્કૃષ્ટ યોગમાં ઉત્કૃષ્ટ બંધકાળ