________________ સંજ્વલન ૩ના પ્રદેશસત્તાસ્થાનો નસમાં ઉત્પન્ન થઈ અનેકવાર સર્વવિરતિ અને દેશવિરતિ પામી ચાર વાર ઉપશમશ્રેણિ માંડી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય. ત્યાં તે પલ્યોપમ એસણા કાળ સુધી રહીને પછી મનુષ્યમાં આવી ક્ષપકશ્રેણિ માંડે. તેમાં આ પ્રકૃતિઓના ચરમ સ્થિતિખંડનો ઘાત થયા પછી સ્તિબુકસંક્રમથી ચરમાવલિકા ખાલી કરતા ચરમ સમયે જે સર્વથી જઘન્ય પ્રદેશસત્તા છે તે આ પ્રવૃતિઓનું પ્રથમ પ્રદેશસત્તાસ્થાન છે. તેમાં 1 પરમાણુ ઉમેરતા બીજુ પ્રદેશસત્તાસ્થાન થાય છે, 2 પરમાણુ ઉમેરતા ત્રીજુ પ્રદેશસત્તાસ્થાન થાય છે. એમ 1-1 પરમાણુ ઉમેરતા ગુણિતકર્માશ જીવના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી વિવિધ જીવોની અપેક્ષાએ નિરંતર અનંત પ્રદેશસત્તાસ્થાનો છે. ત્યાર પછી પ્રદેશસત્તાસ્થાન નથી. આ એક સ્પર્ધક છે. આ ચરમ સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનો છે. એમ છેલ્લી બે સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું બીજુ સ્પર્ધક છે. છેલ્લી ત્રણ સ્થિતિના પ્રદેશસત્તાસ્થાનોનું ત્રીજુ સ્પર્ધક છે. એમ સમયજૂન 1 આવલિકાના સમયો જેટલા પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો છે. તથા ચરમ સ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી માંડીને પશ્ચાનુપૂર્વીથી તે તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી યથોત્તર વૃદ્ધિવાળા પ્રદેશસત્તાસ્થાનો છે. આ પ્રદેશસત્તાસ્થાનોનું પણ 1 સ્પર્ધક છે. તેથી આ પ્રવૃતિઓના બધા પ્રદેશસત્તાસ્થાનોના કુલ સ્પર્ધકો 1 આવલિકાના સમય જેટલા છે. (2) સંજ્વલન 3:- સંજવલન ૩ના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો 1 આવલિકા + ર સમય ન્યૂન 1 આવલિકાના સમયો જેટલા છે, એટલે કે 2 સમય ન્યૂન ર આવલિકાના સમયો જેટલા છે. સંજવલન ૩ની પ્રથમસ્થિતિ 1 આવલિકા શેષ રહે ત્યાં સુધી સ્થિતિઘાત, રસઘાત, બંધ, ઉદય, ઉદીરણા પ્રવર્તે છે, ત્યાર પછી પ્રવર્તતા નથી. તેથી ત્યાર પછીના સમયે પ્રથમસ્થિતિની સમયન્યૂન