________________ જઘન્ય પ્રદેશસત્તાનું સ્વામિત્વ 65 મિશ્રમોહનીયની ઉઠ્ઠલના કરવાનું શરૂ કરે. તે આ પ્રવૃતિઓના બધા દલિકો મિથ્યાત્વમોહનીયમાં સંક્રમાવે છે. તે આ પ્રકૃતિઓની ચરમાવલિકાને સ્તિબુકસંક્રમથી સંક્રમાવે છે. તેના ચરમ સમયે તેને આ બન્ને પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. સંજવલન લોભ, યશ = 2 :- કોઈ જીવ ચાર વાર ઉપશમશ્રેણિ માંડવા સિવાયની ક્ષપિતકર્માશની બધી ક્રિયાઓ કરે. પછી તે ક્ષપકશ્રેણિ માંડે. તેમાં યથાપ્રવૃત્તકરણ (૭મુ ગુણઠાણ)ના ચરમ સમયે તેને આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. ઉપશમશ્રેણિમાં ગુણસંક્રમથી ઘણા દલિકો આવે છે. તેથી તેનો નિષેધ કર્યો છે. ક્ષપકશ્રેણિમાં પણ અપૂર્વકરણમાં ગુણસંક્રમથી ઘણા દલિકો આવે છે. તેથી યથાપ્રવૃત્તકરણના અંતે જઘન્ય પ્રદેશસત્તા કહી. નરક 2, દેવ રે, વૈક્રિય 7 = 11 :- ક્ષપિતકર્માશ જીવ પહેલા આ પ્રકૃતિઓની ઉદ્દલના કરે. પછી તે અંતર્મુહૂર્ત સુધી આ પ્રવૃતિઓ બાંધે. પછી તે સાતમી નરકમાં જાય. ત્યાં ઉદયથી અને સંક્રમથી તે આ પ્રકૃતિઓને અનુભવે. પછી તે નરકમાંથી નીકળી પંચેન્દ્રિય તિર્યંચમાં જઈ આ પ્રકૃતિઓ બાંધ્યા વિના એકેન્દ્રિયમાં જાય. ત્યાં તે લાંબા કાળની ઉઠ્ઠલનાથી આ પ્રવૃતિઓને ખાલી કરે. તેના ચરમ સમયે તેને આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. (5) મનુષ્ય 2, ઉચ્ચગોત્ર = 3 :- ક્ષપિતકર્માશ જીવ તેઉકાય વાયુકામાં જઈને આ પ્રકૃતિઓની ઉદ્ધલના કરે. પછી તે સૂક્ષ્મ પૃથ્વીકાય વગેરેમાં અંતર્મુહૂર્ત સુધી આ પ્રવૃતિઓ બાંધે. પછી તે તેઉકાય-વાયુકામાં આવી લાંબાકાળની ઉઠ્ઠલનાથી (4)