________________ 6 4 જઘન્ય પ્રદેશસત્તાનું સ્વામિત્વ (19) આહારક 7 :- કોઈ જીવ દેશોનપૂર્વક્રોવર્ષ સુધી વારંવાર આહારક 7 બાંધે. પછી તેમના બંધવિચ્છેદ સમયે તેને તેમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (૨૦)બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ 3 = 6 :- કોઈ જીવ સાત વાર પૂર્વક્રોડવર્ષ સુધી તિર્યંચ અને મનુષ્યના ભવોમાં આ પ્રકૃતિઓ બાંધે. તેમના બંધના ચરમ સમયે કે જેના પછીના સમયે તે વિકસેન્દ્રિય વગેરેમાં ઉત્પન્ન થવાનો હોય ત્યારે તેને આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. જઘન્ય પ્રદેશસત્તાનું સ્વામિત્વ :- ક્ષપિતકર્માશ જીવને તે તે પ્રકૃતિઓની સત્તાના ચરમ સમયે તેમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. ઉકલનાયોગ્ય 27 પ્રકૃતિઓની ઉત્કલના કરનારને તેમની 1 સ્થિતિ બાકી હોય ત્યારે તેમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. કેટલીક પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી વિશેષથી કહેવાય છે - (1) અનંતાનુબંધી 4 :- ક્ષપિતકર્માશ જીવ અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે. પછી તે ૧લા ગુણઠાણે આવી અંતર્મુહૂર્ત સુધી અનંતાનુબંધી 4 બાંધે. પછી તે સમ્યકત્વ પામી 132 સાગરોપમ સુધી તેને પાળે. તેને અંતે તે અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે. તેના ચરમ સમયે તેને અનંતાનુબંધી ૪ની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય = ર :- કોઈ જીવ 132 સાગરોપમ સુધી સમ્યકત્વ પાળે. પછી તે ૧લા ગુણઠાણે જઈ મંદ ઉઠ્ઠલનાથી પલ્યોપમ કાળવાળી સમ્યકૃત્વમોહનીય અસંખ્ય