________________ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનું સ્વામિત્વ (૧૫)મનુષ્ય 2, ૧લુ સંઘયણ = 3 :- સાતમી નરકનો નારક ઉત્પત્તિ બાદ અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત્વ પામી “લાંબાકાળ સુધી તેને પાળતો મનુષ્ય 2 અને ૧લુ સંઘયણ બાંધે. તેને સમ્યક્ત્વના ચરમ સમયે આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (૧૬)પંચેન્દ્રિયજાતિ, 17 સંસ્થાન, સુખગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ 4, સુસ્વર, સુભગ, આદેય = 12 :- કોઈ જીવ 132 સાગરોપમ સુધી સમ્યકત્વના કાળમાં આ પ્રકૃતિઓ બાંધે. પછી તે ચાર વાર ઉપશમશ્રેણિ માંડે. પછી તે ક્ષપકશ્રેણિ માંડે ત્યારે તે તે પ્રકૃતિઓના બંધવિચ્છેદ વખતે તેને તેમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય. ઉપશમશ્રેણિમાં ગુણસંક્રમથી ઘણા દલિકો આવે છે. માટે ચાર વાર ઉપશમશ્રેણિ માંડવાનું કહ્યું. (17) તૈજસ 7, શુભવર્ણાદિ 11, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ = 22 :- કોઈ જીવ 132 સાગરોપમ સુધી સમ્યક્ત્વના કાળમાં આ પ્રકૃતિઓ બાંધે. પછી તે ચાર વાર ઉપશમશ્રેણિ માંડીને પછી શીધ્ર ક્ષપકશ્રેણિ માંડે. ત્યારે તે તે પ્રકૃતિઓના બંધવિચ્છેદ વખતે તેને તેમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (18) જિનનામકર્મ :- ગુણિતકર્માશ જીવ 33 સાગરોપમ + 2 વાર દેશોનપૂર્વકોડવર્ષ સુધી જિનનામકર્મ બાંધે. તેને બંધના ચરમ સમયે જિનનામકર્મની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. A. પંચસંગ્રહ સત્તાધિકાર ગાથા ૧૬૪ની બન્ને ટીકાઓમાં પાના નં. 293 ઉપર કહ્યું છે કે, “અંતર્મુહૂર્ત ન્યૂન 33 સાગરોપમ સુધી સમ્યક્ત્વ પાળતો મનુષ્ય 2 અને ૧લુ સંઘયણ બાંધે.”