________________ 6 2 ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનું સ્વામિત્વ સુધી આ પ્રવૃતિઓ બાંધનારને જ્યાં સુધી તેમનો ઉદય ન થાય ત્યાં સુધી તેમની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (૧૨)તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય = ર :- ઉત્કૃષ્ટ યોગમાં ઉત્કૃષ્ટ બંધકાળ સુધી પૂર્વક્રોડવર્ષનું તે તે ભવનું આયુષ્ય બાંધીને જીવ તે તે ભવમાં આવી સાતાની બહુલતામાં તે તે આયુષ્ય અનુભવે. સાતાની બહુલતામાં આયુષ્યના ઓછા પુદ્ગલોની નિર્જરા થાય છે. તે જીવ ઉત્પત્તિસમયથી અંતર્મુહૂર્ત પછી મૃત્યુ પામે તે પૂર્વે ઉત્કૃષ્ટ યોગમાં ઉત્કૃષ્ટ બંધકાળ સુધી સમાનભવનું આયુષ્ય બાંધે. તે બંધના અંતે જયાં સુધી અપવર્તન ન થાય ત્યાં સુધી તેને તે તે આયુષ્યની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (૧૩)નરક 2 :- કોઈ જીવ સાત વાર પૂર્વકોડવર્ષ સુધી સંક્લિષ્ટ અધ્યવસાયમાં વારંવાર નરક 2 બાંધે. બંધના અંતે નરકાભિમુખ એવા તેને નરક 2 ની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય (14) દેવ રે, વૈક્રિય 7 = 9 :- કોઈ જીવ સાત વાર પૂર્વક્રોડવર્ષ સુધી અને યુગલિકમાં 3 પલ્યોપમ સુધી વિશુદ્ધ અધ્યવસાયથી આ પ્રકૃતિઓ બાંધે. બંધના અંતે અને દેવભવના પૂર્વના સમયે દેવલોકાભિમુખ તે જીવને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. D. અલ્પ આયુષ્યવાળાને પહેલા સમયથી સ્થૂલ નિષેક સંભવે છે. તેથી અંતર્મુહૂર્તમાં પણ વેદ્યમાન આયુષ્યના ઘણા દલિકોનો ક્ષય થાય છે. પૂર્વક્રીડવર્ષના આયુષ્યવાળાને તે પ્રમાણનો નિષેક હોવાથી એટલા દલિકોનો ક્ષય થતો નથી.