________________ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનું સ્વામિત્વ (1) મિશ્રમોહનીય :- ગુણિતકર્માશ સાતમી નરકનો જીવ તિર્યંચમાં આવી અંતર્મુહૂર્ત રહી મનુષ્ય થાય. ત્યાં તે સમ્યકત્વ પામી દર્શન ૩ની ક્ષપણા કરે. તે જ સમયે મિથ્યાત્વમોહનીયને સર્વસંક્રમ વડે મિશ્રમોહનીયમાં નાંખે તે સમયે તેને મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (2) સમ્યકત્વમોહનીય :- મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી જે સમયે મિશ્રમોહનીયને સર્વસંક્રમ વડે સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવે તે સમયે તેને સમ્યક્ત્વમોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (3) નપુંસકવેદ, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ 2 = 5 : ગુણિતકર્માશ સાતમી નરકનો જીવ તિર્યંચ થઈને ઈશાન દેવલોકનો દેવ થાય. ત્યાં તે અતિસંલેશમાં વારંવાર આ પ્રકૃતિઓ બાંધે. તે ભવના ચરમ સમયે તેને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. સ્ત્રીવેદ :- નપુંસકવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી ઈશાન દેવલોકમાં નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંચય કરી સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ભવમાં ઉત્પન્ન થઈ યુગલિક થાય. ત્યાં તે સંકુલેશમાં પલ્યોપમ અસંખ્યાત સુધી સ્ત્રીવેદ બાંધે અને નપુંસકવેદના દલિકો તેમાં સંક્રમાવે. જ્યારે સ્ત્રીવેદ અત્યંત પુષ્ટ થઈ જાય ત્યારે તે યુગલિકને સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (5) પુરુષવેદ :- ગુણિતકર્માશ ક્ષેપક જે સમયે પુરુષવેદમાં સ્ત્રીવેદને સર્વસંક્રમથી સંક્રમાવે તે સમયે તેને પુરુષવેદની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. (4) શ્રી