________________ 58 ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશસત્તાની સાદ્યાદિ પ્રરૂપણા અનંતાનુબંધી ૪ની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા અને અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકર્માશ મિથ્યાષ્ટિને વારાફરતી હોય છે. તેથી તે બન્ને સાદિ-અધ્રુવ છે. (3) યશ, સંજ્વલન લોભ = ર :- પિતકર્માશને ક્ષપકશ્રેણિમાં યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે આ પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. આ પ્રવૃતિઓની તે સિવાયની બધી પ્રદેશસત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. અપૂર્વકરણના પ્રથમ સમયે ગુણસંક્રમથી ઘણા દલિતો મળે છે. તેથી ત્યારે આ પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ છે. જેને પૂર્વે આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા થઈ નથી તેને તેમની અજઘન્ય પ્રદેશસત્તા અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિની અજઘન્ય પ્રદેશસત્તા અધ્રુવ છે. આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા અને અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકર્માશ મિથ્યાષ્ટિને વારાફરતી હોય છે. તેથી તે બન્ને સાદિ-અધ્રુવ છે. (4) શેષ ધ્રુવસત્તાક 82 પ્રકૃતિઓ :- ક્ષપિતકર્માશ જીવને તે તે પ્રકૃતિઓનો ક્ષય કરતી વખતે ચરમ સમયે આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ-અદ્ભવ છે. આ પ્રવૃતિઓની તે સિવાયની બધી પ્રદેશસત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા થાય ત્યારે તેમની અજઘન્ય પ્રદેશસત્તા અધ્રુવ છે.