________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશસત્તાની સાદ્યાદિ પ્રરૂપણા 57 તે સિવાયની બધી પ્રદેશસત્તા તે અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા છે. ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાથી પડીને અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય ત્યારે તે સાદિ છે. જેને પૂર્વે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થઈ નથી તેને તેમની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા ધ્રુવ છે. ભવ્યને આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય ત્યારે તેમની અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા અધ્રુવ છે. ક્ષપિતકર્માશ જીવને તે તે પ્રકૃતિઓના ક્ષય વખતે ચરમ સમયે તેમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ-ધ્રુવ છે. તે સિવાયની આ પ્રવૃતિઓની બધી પ્રદેશસત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા ધ્રુવ છે. ભવ્યને આ પ્રવૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા થાય ત્યારે તેમની અજઘન્ય પ્રદેશસત્તા અધ્રુવ છે. (2) અનંતાનુબંધી 4 :- ક્ષપિતકર્માશ જીવને તે તે પ્રકૃતિઓના ક્ષય વખતે ચરમ સમયે તેમની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે 1 સમય થતી હોવાથી સાદિ-અદ્ભવ છે. અનંતાનુબંધી ૪ની તે સિવાયની બધી પ્રદેશસત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરીને પડીને અનંતાનુબંધી 4 બાંધનારને તેમની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ છે. જેણે પૂર્વે અનંતાનુબંધી ની વિસંયોજના કરી નથી તેને અનંતાનુબંધી ૪ની અજઘન્ય પ્રદેશસત્તા અનાદિ છે. અભવ્યને અનંતાનુબંધી ની અજઘન્ય પ્રદેશસત્તા ધ્રુવ છે. ભવ્યને અનંતાનુબંધી ની જઘન્ય પ્રદેશસત્તા થાય ત્યારે તેમની અજઘન્ય પ્રદેશસત્તા અધ્રુવ છે.