________________ 29 પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનો આ પ્રકૃતિઓ ખાલી કરે. તેના ચરમ સમયે તેને આ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. (6) જિનનામકર્મ :- ક્ષપિતકર્માશ જીવ સાધિક 84,000 વર્ષ સુધી જિનનામકર્મ બાંધીને કેવળી થાય. તે દેશોન પૂર્વક્રોડવર્ષ સુધી કેવળીપર્યાય પાળે. તેને ૧૪મા ગુણઠાણાના ચરમ સમયે જિનનામકર્મની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. કેટલાક એમ કહે છે કે ક્ષપિતકર્માશ જીવે ત~ાયોગ્ય જઘન્યયોગમાં પ્રથમ સમયે જિનનામકર્મના જે દલિકો બાંધ્યા હોય તેને તે જિનનામકર્મની જઘન્ય પ્રદેશસત્તા છે. કર્મપ્રકૃતિ સત્તાધિકાર ગાથા ૪૩ની ચૂર્ણિમાં પાના નં. 66 ઉપર આ કેટલાકનો મત મુખ્યમત તરીકે જણાવ્યો છે અને ઉપરનો મુખ્યમત કેટલાકના મત તરીકે જણાવ્યો છે. (7) આહારક 7:- કોઈ જીવ અલ્પકાળ સુધી આહારક 7 બાંધીને ૧લા ગુણઠાણે જાય. ત્યાં તે લાંબાકાળની ઉલનાથી આહારક ૭ને ખાલી કરે. તેના ચરમ સમયે તેને આહારક ૭ની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. પ્રદેશસત્તાસ્થાન : (1) થિણદ્ધિ 3, મિથ્યાત્વમોહનીય, પહેલા 12 કષાય, નરક 2, તિર્યચ 2, જાતિ 4, આતપ 2, સ્થાવર 2, સાધારણ = ર૯:આ પ્રકૃતિઓના પ્રદેશસત્તાસ્થાનોના સ્પર્ધકો 1 આવલિકાના સમયો જેટલા છે. આ પ્રવૃતિઓની અભવ્યયોગ્ય જઘન્ય પ્રદેશસત્તાવાળો જીવ D. દિગંબર સંપ્રદાયના તિલોયપણત્તિ (ત્રિલોકપ્રજ્ઞપ્તિ) ગ્રંથમાં ઉત્સર્પિણીના છેલ્લા ભગવાનનું આયુષ્ય 1 પૂર્વક્રોડ વર્ષનું કહ્યું છે.