________________ સ્થિતિસ્થાનના ભેદો 49 (4) સંજ્વલન લોભ - આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા ૧૦મા ગુણઠાણાના જીવોને હોય છે. (5) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, નિદ્રા 2, અંતરાય 5 = 16 : આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા ૧૨મા ગુણઠાણાના જીવોને હોય છે. (6) શેષ 95 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા ૧૪માં ગુણઠાણાના જીવોને હોય છે. સ્થિતિસ્થાનના ભેદો - ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી એકેન્દ્રિયયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા સુધી જેટલા સમયો છે તેટલા સ્થિતિસ્થાનો નિરંતર મળે છે. એકેન્દ્રિય યોગ્ય જઘન્ય સ્થિતિસત્તાથી નીચે ચરમાવલિકા સુધી સાંતર-નિરંતર સ્થિતિસ્થાનો મળે છે. તે આ પ્રમાણે - એકેન્દ્રિયયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાના ઉપરના પક્ષાપક પ્રમાણ સ્થિતિખંડનો ઘાત કરવાનું જીવ શરૂ કરે છે. અંતર્મુહૂર્ત સુધી નીચેથી 1-1 સમયની સ્થિતિનો ક્ષય થતા તેટલા સ્થિતિસ્થાનો નિરંતર મળે છે. અંતર્મુહૂર્ત પછી તે સ્થિતિખંડનો ઘાત થતા એક સાથે તેટલી સ્થિતિ તૂટે છે. તેથી નિરંતર સ્થિતિસ્થાન ન મળે. પલ્યોપમ ધૂન પ્રમાણ સાંતર સ્થિતિસ્થાન મળે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તમાં બીજા પ્રમાણ સ્થિતિખંડનો ઘાત કરે છે. તેમાં અંતર્મુહૂર્ત સુધી નિરંતર સ્થિતિસ્થાનો મળે છે. ત્યાર પછી એક સાથે પલ્યોપમ પ્રમાણ સ્થિતિ તૂટે છે. તેથી સાંતર સ્થિતિસ્થાન મળે છે. આમ ચરમાવલિકા શેષ રહે ત્યાં સુધી આ પ્રમાણે નિરંતર સ્થિતિસ્થાનો અને સાંતર સ્થિતિસ્થાનો મળે છે. ચરમાવલિકાના સમયો જેટલા સ્થિતિસ્થાનો નિરંતર મળે છે.