________________ જઘન્ય સ્થિતિસત્તાનું સ્વામિત્વ સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 1 સમય). મિશ્રમોહનીયમાં મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરનાર જીવ મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનો સ્વામી છે. (7) દેવાયુષ્ય, નરકાયુષ્ય = 2 :- આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા 33 સાગરોપમ પ્રમાણ છે. આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર મનુષ્ય-તિર્યંચને અને આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ-નારકને ભવના પ્રથમ સમયે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. (8) મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય = 2 :- આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પૂર્વકોડ વર્ષ + 3 પલ્યોપમ છે. (બે ભવની ભેગી કરેલી). પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા જે મનુષ્ય કે તિર્યંચ પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે ભોગભૂમિના મનુષ્ય કે તિર્યંચનું 3 પલ્યોપમનું આયુષ્ય બાંધે તે મનુષ્યાયુષ્ય અને તિર્યંચાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. જઘન્ય સ્થિતિસત્તાનું સ્વામિત્વ :(1) સંજ્વલન 3, હાસ્ય 6, પુરુષવેદ = 10:- આ પ્રકૃતિઓનો બંધોદયવિચ્છેદ થયા પછી પરપ્રકૃતિઓમાં સંક્રમ વડે આ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. તેથી આ પ્રવૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા તેમના જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ છે. આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી તેમનો જઘન્ય સ્થિતિસંક્રમ કરનાર જીવો છે. શેષ 148 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિસત્તા 1 સમયની છે. જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, સાતા, અસાતા, સમ્યકત્વમોહનીય, સંજવલનલોભ, નપુંસકવેદ,