________________ 1 ર પ્રદેશઉદય (4) પ્રદેશઉદય અહીં બે વાર છે તે આ પ્રમાણે - (1) સાદ્યાદિપ્રરૂપણા - મૂળપ્રકૃતિઓમાં પ્રદેશઉદયની સાદ્યાદિપ્રરૂપણા - (i) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર, અંતરાય = 6 :- કોઈક ક્ષપિતકર્માશ જીવ દેવ થઈ સંક્લેશમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી ઉત્કૃષ્ટ પ્રદેશોની ઉદ્વર્તન કરે છે. ત્યાર પછી બંધ પૂર્ણ કરીને તે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. તેને પહેલા સમયે આ પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. બીજા વગેરે સમયોમાં વધુ યોગ હોવાથી ઘણા દલિકોની ઉદીરણા થાય છે. તેથી ત્યારે આ પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય મળતો નથી. આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય 1 સમય થતો હોવાથી તે સાદિ અને અદ્ભવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો પ્રદેશઉદય તે અજઘન્ય પ્રદેશઉદય છે. આ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશઉદયથી પડી જીવ તેમનો અજઘન્ય પ્રદેશઉદય કરે ત્યારે તે અજઘન્ય પ્રદેશઉદય સાદિ છે. જેણે પૂર્વે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય કર્યો નથી તેને આ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશઉદય અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશઉદય ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય થાય ત્યારે અથવા ઉદયવિચ્છેદ થાય ત્યારે તેમનો અજઘન્ય પ્રદેશઉદય અધ્રુવ છે. - ગુણિતકર્માશ ગુણશ્રેણિના શીર્ષ ઉપર વર્તમાન જીવને તે તે પ્રકૃતિઓના ચરમ ઉદયે તે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. તે 1 સમય થતો હોવાથી સાદિ અને