________________ ઉત્કૃષ્ટ પ્રદેશઉદયના સ્વામી 2 1 (૧૧)જાતિ 4, સ્થાવર 4 = 8 :- દેશવિરતિનિમિત્તકગુણશ્રેણિ અને સર્વવિરતિનિમિત્તકગુણશ્રેણિના ભેગા થયેલા શીર્ષ ઉપર રહેલ ગુણિતકર્માશ મિથ્યાષ્ટિ જીવને તે તે પ્રકૃતિઓના ઉદયે તે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (12) અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, હાસ્ય 6 = 14:- કોઈ જીવ ઉપશમશ્રેણિ માંડે. તે અંતરકરણ કરવાના સમયની પૂર્વેના સમયે કાળ કરીને દેવ થાય. ત્યાં અંતર્મુહૂર્ત પછી તે ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલો હોય ત્યારે તેને આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (૧૩)દેવાયુષ્ય, નરકાયુષ્ય = 2 :- ઉત્કૃષ્ટ બંધકાળમાં ઉત્કૃષ્ટ યોગમાં આ પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ બાંધીને પ્રથમ સ્થિતિમાં ઉત્કૃષ્ટ દલિકનિક્ષેપ કરી મરીને દેવ કે નરક થાય ત્યારે તે ભવના પ્રથમ સમયે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય છે. (14) તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય = 2 :- કોઈ જીવ ઉત્કૃષ્ટ બંધકાળમાં ઉત્કૃષ્ટ યોગમાં આ પ્રકૃતિઓની 3 પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને શીધ્ર મરીને તિર્યંચમાં કે મનુષ્યમાં ઉત્પન્ન થાય. ત્યાં અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય રાખી તે શેષ આયુષ્યની અપવર્તન કરે. ત્યાર પછીના સમયે તેને આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય છે. (15) દુર્ભગ, અનાદેય, અયશ, નીચગોત્ર = 4 :- કોઈ અવિરત સમ્યગ્દષ્ટિ જીવ દર્શન ૩નો ક્ષય કરે. ત્યારે દર્શન 3 ક્ષપણા નિમિત્તક ગુણશ્રેણિ કરે. પછી તે દેશવિરતિ પામે ત્યારે દેશવિરતિ નિમિત્તક ગુણશ્રેણિ કરે. પછી તે સર્વવિરતિ પામે ત્યારે સર્વવિરતિ નિમિત્તક ગુણશ્રેણિ કરે. પછી તે સંક્લિષ્ટ