________________ 2 6 જઘન્ય પ્રદેશઉદયના સ્વામી આયુષ્યના ઉદયે ઘણો કાળ તીવ્ર અસાતા ભોગવે, કેમકે તીવ્ર અસતાવાળો આયુષ્યના ઘણા પુદ્ગલોને ખપાવે છે. તેને તે તે આયુષ્યના ચરમ સમયે તેમનો જઘન્ય પ્રદેશઉદય થાય છે. (૧૦)નરકગતિ :- કોઈ જીવ અનંતાનુબંધી 4 ની વિસંયોજના કરી જઘન્ય સ્થિતિવાળો દેવ થાય. અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરનાર અન્ય કર્મોના ઘણા દલિકોને ખપાવે છે. દેવના ભવમાં છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ પામી એકેન્દ્રિય યોગ્ય પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી એકેન્દ્રિયમાં જાય. ત્યાં અંતર્મુહૂર્ત રહી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં જાય. ત્યાં જલ્દી મરી નરકમાં જાય. ત્યાં શીધ્ર પર્યાપ્ત થાય. તેને નરકગતિનો જઘન્ય પ્રદેશઉદય થાય. સંજ્ઞી કરતા અસંજ્ઞી પંચેન્દ્રિય અલ્પ દલિકો બાંધે. માટે અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું કહ્યું. દેવ સીધો અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન ન થાય. માટે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું કહ્યું. અસંજ્ઞા પંચેન્દ્રિયમાં જલ્દી મરવાનું કહ્યું. તેથી અલ્પ દલિકો બંધાય. પર્યાપ્તાને ઘણી પ્રકૃતિઓનો વિપાકોદય હોય છે અને ઉદયગત પ્રકૃતિઓનો સિબુકસંક્રમ થતો નથી. તેથી અન્ય પ્રકૃતિઓના દલિકોનો સંક્રમ ન થવાથી જઘન્ય પ્રદેશોદય મળે. માટે નરકમાં શીધ્ર પર્યાપ્ત થવાનું કહ્યું. (11) આનુપૂર્વી 4:- ચારે આનુપૂર્વીના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી સ્વસ્વગતિના જઘન્ય પ્રદેશઉદયના સ્વામીની તુલ્ય જાણવા, પણ વિગ્રહગતિના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશઉદય થાય. વિગ્રહગતિના ત્રીજા સમયે જેમની બંધાવલિકા વીતી ગઈ છે એવી અન્ય કર્મલતાઓનો પણ ઉદય થવાથી જઘન્ય પ્રદેશઉદય ન મળે.