________________ કર્મપ્રકૃતિ સત્તાધિકાર પદાર્થસંગ્રહ છ99 સત્તા :- બંધ કે સત્તાથી આવેલા કર્મદલિકોનો ક્ષય કે સંક્રમ ન થાય ત્યાં સુધી તેમને પોતાના સ્વરૂપે રહેવું તે સત્તા છે. સત્તા ચાર પ્રકારે છે - પ્રકૃતિસત્તા, સ્થિતિસત્તા, રસસત્તા, પ્રદેશસત્તા. (1) પ્રકૃતિસત્તા અહીં ત્રણ વાર છે. તે આ પ્રમાણે - (1) ભેદ :- પ્રકૃતિસત્તાના બે ભેદ છે - મૂળ પ્રકૃતિસત્તા અને ઉત્તરપ્રકૃતિસત્તા. મૂળપ્રકૃત્તિસત્તાના 8 પ્રકાર છે. ઉત્તરપ્રકૃતિસત્તાના 158 પ્રકાર છે. (2) સાદ્યાદિ પ્રરૂપણા : મૂળપ્રકૃતિઓમાં પ્રકૃતિસત્તાની સાઘાદિ પ્રરૂપણા :- આઠે મૂળપ્રકૃતિઓની સત્તા અનાદિ છે. અભવ્યને તે ધ્રુવ છે. ભવ્યને તે અધુવ છે. વિશ્વમાં એવું કોઈ દુઃખ નથી કે જે આપણા આત્માએ સહન ન કર્યું હોય. વિશ્વમાં એવું કોઈ પાપ પણ નથી કે જે આપણા આત્માએ કર્યું ન હોય.