________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિસત્તાનું સ્વામિત્વ 3 3 અનંતાનુબંધી ૪ની સત્તા અવશ્ય હોય છે. ૩જા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધી અનંતાનુબંધી ૪ની સત્તા હોય અથવા ન પણ હોય. આ કર્મપ્રકૃતિનો મત છે. કર્મગ્રંથના મતે અનંતાનુબંધી ૪ની સત્તા ૧લા-૨જા ગુણઠાણે અવશ્ય હોય છે, ૩જા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધીમાં વિકલ્પ હોય છે. (10) અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4 = 8 : ક્ષપકશ્રેણિની અપેક્ષાએ ૧લા ગુણઠાણાથી ૯માં ગુણઠાણાના સંખ્યાતા બહુભાગો સુધી (એટલે કે ૯મા ગુણઠાણે આ પ્રકૃતિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી) આ પ્રકૃતિઓની સત્તા હોય છે. ઉપશમશ્રેણિની અપેક્ષાએ ૧લા ગુણઠાણાથી ૧૧માં ગુણઠાણા સુધી આ પ્રવૃતિઓની સત્તા હોય છે. (૧૧)નરક 2, તિર્યંચ 2, સ્થાવર 2, આતપ 2, જાતિ 4, સાધારણ, થિણદ્ધિ 3 = 16 :- ક્ષપકશ્રેણિની અપેક્ષાએ ૧લા ગુણઠાણાથી ૯મા ગુણઠાણાના સંખ્યાતા બહુભાગો સુધી (એટલે કે ૯માં ગુણઠાણે આ પ્રવૃતિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી) આ પ્રકૃતિઓની સત્તા હોય છે. ઉપશમશ્રેણિની અપેક્ષાએ ૧લા ગુણઠાણાથી ૧૧માં ગુણઠાણા સુધી આ પ્રવૃતિઓની સત્તા હોય છે. ૧લા ગુણઠાણે નરક રની ઉદ્ધલના કર્યા પછી તેની સત્તા ન હોય. (12) નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય 6, પુરુષવેદ, સંજ્વલન 3 = 12 :- ક્ષપકશ્રેણિની અપેક્ષાએ ૧લા ગુણઠાણાથી ૯માં ગુણઠાણે તે તે પ્રકૃતિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી તેમની સત્તા હોય છે. ઉપશમશ્રેણિની અપેક્ષાએ ૧લા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધી આ પ્રવૃતિઓની સત્તા હોય છે.