________________ 34 જ્ઞાનાવરણના પ્રકૃતિસત્તાસ્થાનો (૧૩)સંજ્વલન લોભ :- ક્ષપકશ્રેણિની અપેક્ષાએ ૧લા ગુણઠાણાથી ૧૦મા ગુણઠાણા સુધી આ પ્રકૃતિની સત્તા હોય છે. ઉપશમશ્રેણિની અપેક્ષાએ ૧લા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધી આ પ્રકૃતિની સત્તા હોય છે. (14) મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ 3, સુભગ, આદેય, યશ, સાતા, અસાતા, ઉચ્ચગોત્ર = 11 - ૧લા ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણા સુધી આ પ્રવૃતિઓની સત્તા હોય છે. ૧લા ગુણઠાણે મનુષ્યગતિ અને ઉચ્ચગોત્રની ઉદ્ધલના થયા પછી તેમની સત્તા ન હોય. (૧૫)જિનનામકર્મ :- ૧લા ગુણઠાણે અને ૪થા ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણા સુધી જિનનામકર્મની સત્તા વિકલ્પ હોય છે. (16) શેષ 82 :- ૧લા ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી આ પ્રવૃતિઓની સત્તા હોય છે. ૧લા ગુણઠાણે જિનનામકર્મ અને આહારક 7 આ 8 પ્રકૃતિઓની ભેગી સત્તા ન હોય. આહારક ૭ની સત્તા બધા ગુણઠાણે વિકલ્પ હોય. જે પ્રકૃતિઓની ઉઠ્ઠલના થતી હોય તેમની ઉઠ્ઠલના થયા પછી તેમની સત્તા ન હોય. પ્રકૃતિસત્તાસ્થાનો :(1) જ્ઞાનાવરણ :- પ્રકૃતિસત્તાસ્થાન-૧ :- પનું ક્ર. પ્રકૃતિસત્તાસ્થાન | પ્રવૃતિઓ સ્વામી મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, |૧લા ગુણઠાણાથી અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ, ૧૨માં ગુણઠાણા કેવળજ્ઞાનાવરણ સુધીના જીવો