________________ 44 ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું સ્વામિત્વ (3) સ્વામિત્વ :ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાનું સ્વામિત્વ :(1) ઉદયબંધોત્કૃષ્ટ 86 પ્રકૃતિઓ (જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અસાતા, મિથ્યાત્વમોહનીય, 16 કષાય, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય 7, તૈજસ 7, હુડક સંસ્થાન, વર્ણાદિ 20, કુખગતિ, ઉપઘાત, પરાઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉચ્છવાસ, ઉદ્યોત, ત્રસ 4, અસ્થિર 6, નીચગોત્ર, અંતરાય 5) :- આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા તેમના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમાણ છે. તેથી આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરનાર જુવો તેમની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે. અનુદયબંધોસ્કૃષ્ટ 20 પ્રકૃતિઓ (નિદ્રા 5, નરક 2, તિર્યંચ 2, એકેન્દ્રિયજાતિ, ઔદારિક 7, સેવાર્ત, આતપ, સ્થાવર) :- આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વખતે તેમનો ઉદય હોતો નથી. તેથી તેમની પ્રથમસ્થિતિ ઉદયવતી પ્રકૃતિઓમાં સ્તિબુકસંક્રમથી સંક્રમી જાય છે. તેથી આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રમાણ છે. નિદ્રા પનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંક્લેશમાં થાય છે. ત્યારે નિદ્રા પનો ઉદય ન હોય. નરક રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તિર્યંચ કે મનુષ્ય કરે છે. તેમને નરક રનો ઉદય ન હોય. શેષકર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવ કે નારક બાંધે છે. તેમને તે પ્રકૃતિઓનો ઉદય ન હોય. જો કે મનુષ્ય કે તિર્યંચ પણ આ પ્રવૃતિઓ બાંધે છે. પણ તેઓ સામાન્ય સંકૂલેશમાં આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે. ઉત્કૃષ્ટ સંકુલેશમાં તેઓ નરકગતિ પ્રાયોગ્ય જ બાંધે. ઉત્કૃષ્ટ સંક્લેશમાં પણ