________________ જઘન્ય પ્રદેશઉદયના સ્વામી 2 7 (૧૨)દેવગતિ :- દેવગતિના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી અવધિજ્ઞાનાવરણના જઘન્ય પ્રદેશઉદયના સ્વામીની જેમ જાણવા, પણ ઉદ્યોતના ઉદયવાળા દેવો દેવગતિનો જઘન્ય પ્રદેશઉદય કરે. ઉદ્યોતનો ઉદય હોય તો સ્ટિબુકસંક્રમથી તેનું દલિક દેવગતિમાં ન સંક્રમે. તેથી દેવગતિનો જઘન્ય પ્રદેશઉદય મળે. (13) આહારક 7 :- કોઈ જીવ દેશોન પૂર્વે ક્રોડ વર્ષ સુધી સંયમ પાળી અંતે આહારકશરીરી થાય. તેને ઉદ્યોતના ઉદયે આહારક ૭નો જઘન્ય પ્રદેશઉદય થાય. લાંબો કાળ સંયમ પાળવાથી ઘણા દલિકોની નિર્જરા થાય. ઉદ્યોતનો ઉદય હોય તો તિબુકસંક્રમથી તેનું દલિક આહારક ૭માં ન સંક્રમે. તેથી આહારક ૭નો જઘન્ય પ્રદેશઉદય મળે. (14) મનુષ્યગતિ, બેઈન્દ્રિયજાતિ, તેઈન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, પહેલા 5 સંસ્થાન, ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ, સંઘયણ 6, ખગતિ 2, ત્રસ, સુભગ, સુસ્વર, દુઃસ્વર, આદેય = 25 :- આ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી ચક્ષુદર્શનાવરણના જઘન્ય પ્રદેશઉદયના સ્વામીની જેમ જાણવા, પણ એકેન્દ્રિયમાંથી તે તે પ્રકૃતિના ઉદયયોગ્ય ભવોમાં જઈ બધી પર્યાપ્તિથી પર્યાપ્ત થાય તેને ઘણી પ્રકૃતિઓના ઉદયે આ પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય થાય. ઉદયવાળી પ્રકૃતિઓનો સ્તિબુકસંક્રમ થતો નથી. તેથી ઘણી પ્રકૃતિઓના ઉદયવાળાને આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય થાય. (15) જિન :- ક્ષપિતકર્માશ જીવને જિનનામકર્મના ઉદયના પ્રથમ સમયે તેનો જઘન્ય પ્રદેશઉદય થાય છે. ત્યાર પછી