________________ જઘન્ય પ્રદેશઉદયના સ્વામી 2 5 (6) અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4, સંજ્વલન 4, પુરુષવેદ, હાસ્ય 4 = 17 :- ઉપશમશ્રેણિમાં અંતરકરણ કરીને આયુષ્ય પૂર્ણ થવાથી દેવલોકમાં ગયેલ જીવ પ્રથમ સમયે જ બીજીસ્થિતિમાંથી દલિકો ખેંચીને 1 આવલિકામાં ગોપુચ્છાકારે ગોઠવે છે. તે આવલિકાના ચરમ સમયે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય થાય છે. (7) અનંતાનુબંધી 4 :- કોઈ જીવ ચાર વાર ઉપશમશ્રેણિ માંડીને મિથ્યાત્વ પામે. ત્યાં તે અનંતાનુબંધી 4 બાંધે. પછી તે સમ્યકત્વ પામી 132 સાગરોપમ સુધી તેને પાળે. સમ્યત્વના પ્રભાવથી તે અનંતાનુબંધીના ઘણા દલિકોને પ્રદેશસંક્રમથી ખાલી કરે. પછી તે મિથ્યાત્વ પામે. ત્યાં તે બંધાવલિકાના ચરમ સમયે પૂર્વબદ્ધ અનંતાનુબંધી નો જઘન્ય પ્રદેશઉદય કરે છે. ત્યારપછીના સમયે નૂતનબદ્ધ દલિકોનો ઉદીરણા વડે ઉદય થાય. તેથી જઘન્ય પ્રદેશઉદય ન મળે. ચાર વાર ઉપશમશ્રેણિ માંડવાથી મોહનીયની અન્ય પ્રકૃતિઓનો ઘણો ગુણસંક્રમ કરે. તેથી અનંતાનુબંધી 4 ના બંધ વખતે અન્ય પ્રકૃતિઓનું થોડું જ દલિક સંક્રમે. (8) સ્ત્રીવેદ :- ક્ષપિતકર્માશ સ્ત્રી દેશોનપૂર્વક્રોડવર્ષ સુધી સંયમ પાળી છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ પામી દેવી થાય. ત્યાં તે શીધ્ર પર્યાપ્ત થઈ ઉત્કૃષ્ટ સંક્લેશમાં સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે અને પૂર્વબદ્ધસ્થિતિની ઉદ્વર્તન કરે. ત્યાં તે બંધાવલિકાના ચરમ સમયે સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશઉદય કરે (9) આયુષ્ય 4 :- ક્ષપિતકર્માશ જીવ અલ્પ બંધકાળમાં અને અલ્પયોગમાં તે તે આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. પછી તે તે