________________ 2 4 જઘન્ય પ્રદેશઉદયના સ્વામી સમયે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય કરે છે. મોટા ભાગના દલિકોની ઉદ્વર્તન થઈ ગઈ હોવાથી પહેલા સમયે જઘન્ય પ્રદેશઉદય થાય છે. ઉત્કૃષ્ટ સંક્લેશવાળો જીવ ઘણી રસઉદીરણા કરે છે. તેથી પ્રદેશઉદીરણા અલ્પ થાય છે. તેથી જઘન્ય પ્રદેશઉદય થાય છે. (3) નિદ્રા ર :- નિદ્રા 2 ના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી અવધિજ્ઞાનાવરણના જઘન્ય પ્રદેશઉદયના સ્વામીની જેમ જાણવા, પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંક્લેશમાં થાય છે અને અતિસંક્લેશમાં નિદ્રા રનો ઉદય ન થાય. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી પડીને નિદ્રા ર ના ઉદયે નિદ્રા ર નો જઘન્ય પ્રદેશઉદય થાય છે. થિણદ્ધિ 3 :- થિણદ્ધિ 3 ના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી મતિજ્ઞાનાવરણના જઘન્ય પ્રદેશઉદયના સ્વામીની જેમ જાણવા, પણ ઈન્દ્રિય પર્યાપ્તિથી પર્યાપ્ત એકેન્દ્રિયને પ્રથમ સમયે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય હોય છે. ત્યાર પછી આ પ્રવૃતિઓની ઉદીરણા થતી હોવાથી તેમનો જઘન્ય પ્રદેશઉદય ન થાય. ઈન્દ્રિયપર્યાપ્તિની પૂર્વે સ્કૂલ સ્થિતિનો ઉદય થતો હોવાથી આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય ન થાય. (5) દર્શનમોહનીય 3 - ક્ષપિતકર્માશ જીવ ઔપશમિક સભ્યત્વથી પડીને અંતરકરણની છેલ્લી આવલિકામાં તે તે દર્શનમોહનીયનો ઉદય કરે ત્યારે તે આવલિકાના ગોપુચ્છાકારે ગોઠવેલા દલિકના ચરમ સમયે તે તે દર્શનમોહનીયનો જઘન્ય પ્રદેશઉદય કરે છે.