________________ 23 જઘન્ય પ્રદેશઉદયના સ્વામી પૃથ્વીકાય થાય. ત્યાં તે એકેન્દ્રિયની સમાન સ્થિતિ કરે. તે શીઘ્ર પર્યાપ્ત થઈ આતપનો ઉદય કરે તેના પ્રથમ સમયે આપનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય કરે છે. એકેન્દ્રિય જીવ બેઈન્દ્રિયની સ્થિતિને શીધ્ર યોગ્ય કરે છે, તેઈન્દ્રિયની સ્થિતિને નહીં. માટે અહીં બેઈન્દ્રિયમાંથી આવેલ એકેન્દ્રિય લીધો. જઘન્ય પ્રદેશઉદયના સ્વામી - ક્ષપિતકશ જીવ જઘન્ય પ્રદેશઉદય કરે છે. (1) અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ, સાતા, અસાતા, અંતરાય 5, શોક, અરતિ, ઉચ્ચગોત્ર = 12 :- પિતકર્માશ જીવ છેલ્લા ભવમાં સંયમ પામે. પછી તેને અવધિજ્ઞાનઅવધિદર્શન ઉત્પન્ન થાય. અવધિજ્ઞાન-અવધિદર્શનની સાથે જ તે દેવ થાય. ત્યાં અંતર્મુહૂર્ત પછી તે ૧લા ગુણઠાણે આવે. ત્યાં તે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી ઘણા દલિકોની ઉદ્ધર્તના કરે. ત્યાં બંધાવલિકા વીત્યા પછીના સમયે તે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય કરે છે. પંચસંગ્રહ ઉદયાધિકારની ગાથા ૧૨૧ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 273 ઉપર બંધાવલિકાના અંતે (ચરમ સમયે) આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય કહ્યો છે. (2) શેષ જ્ઞાનાવરણ 4, શેષ દર્શનાવરણ 3, નપુંસકવેદ, તિર્યંચગતિ, સ્થાવર, નીચગોત્ર = 11 :- ક્ષપિતકર્માશ જઘન્ય આયુષ્યવાળો દેવ અંતર્મુહૂર્ત પછી સમ્યકત્વ પામી જીવનભર પાળે. તે છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વ પામી અતિસંક્લિષ્ટ પરિણામમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતર્મુહૂર્ત સુધી ઘણા દલિકોની ઉદ્વર્તન કરે. પછી તે એકેન્દ્રિય થાય ત્યારે પહેલા