________________ રે રે ઉત્કૃષ્ટ પ્રદેશઉદયના સ્વામી થઈ ફરી અવિરત થાય. તે જ ભવમાં કે મરીને નરક, તિર્યંચ, મનુષ્યના ભવમાં જાય ત્યારે ત્રણે ગુણશ્રેણિઓના શીર્ષ ઉપર રહેલા તેને આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય છે. (૧૬)નરક 2, તિર્યચ 2, મનુષ્યાનુપૂર્વી = 5 :- ઉપર કહેલ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે નરક ર નો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય કરે છે, તિર્યંચમાં ઉત્પન્ન થાય છે ત્યારે તિર્યંચ રનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય કરે છે, મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ત્યારે મનુષ્યાનુપૂર્વીનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય કરે છે. (૧૭)પહેલા સંઘયણ સિવાયના પ સંઘયણ - કોઈ મનુષ્ય દેશવિરતિ પામી દેશવિરતિનિમિત્તક ગુણશ્રેણિ કરે. પછી તે વિશુદ્ધિથી સર્વવિરતિ પામી સર્વવિરતિનિમિત્તક ગુણશ્રેણિ કરે. પછી તે વિશુદ્ધિથી અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરે ત્યારે અનંતાનુબંધી ની વિસંયોજના નિમિત્તક ગુણશ્રેણિ કરે. તે ત્રણે ગુણશ્રેણિઓના શીર્ષ ભેગા થાય ત્યારે તે શીર્ષ ઉપર રહેલ તે જીવ આ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય કરે છે. (૧૮)આહારક 7, ઉદ્યોત = 8 :- સર્વવિરતિની પ્રથમ સમયની ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલા ૭માં ગુણઠાણાવાળા આહારકશરીરી જીવો આ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય કરે છે. (19) આતપ - ગુણિતકર્માશ પંચેન્દ્રિય સમ્યક્ત્વ પામી તેની ગુણશ્રેણી કરે. પછી તે સમ્યકત્વથી પડી ૧લા ગુણઠાણે જઈ બેઈન્દ્રિયમાં જાય. ત્યાં તે બેઈન્દ્રિય યોગ્ય સ્થિતિ રાખી શેષ સર્વસ્થિતિની અપવર્તન કરે. ત્યાંથી મરીને તે ખર બાદર