________________ 28 જઘન્ય પ્રદેશઉદયના સ્વામી ગુણશ્રેણિના ઘણા દલિકો મળતા હોવાથી જઘન્ય પ્રદેશઉદય ન થાય. (16) શેષ 53 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશઉદયના સ્વામી ચક્ષુદર્શનાવરણના જઘન્ય પ્રદેશઉદયના સ્વામીની જેમ જાણવા. કર્મપ્રકૃતિ ઉદયાધિકારનો પદાર્થસંગ્રહ સમાપ્ત सायं गवसमाणा, परस्स दुक्खं उदीरंति / - આચારાંગ નિયુક્તિ 94 સુખને શોધનારા જીવો બીજાને દુઃખી કરે છે. જે આત્મા ગુરુને પરાધીન નથી, તે આત્મા મોહને પરાધીન થઈ જાય છે. જે આત્મા ગુરુને પરાધીન થાય છે, તે મોહને આધીન થતો નથી. જે વ્યવહાર નિશ્ચયરહિત હોય તે નિષ્ફળ છે. જ્યાં લક્ષ્ય જ ગેરહાજર હોય ત્યાં ગતિ હોઈ શકે, પ્રગતિ કદાપિ નહીં. મિથ્યાષ્ટિ પાપ તો કરે છે, સાથે સાથે એ પાપને ઉપાદેય પણ માને છે. માટે તેનું પાપ પ્રાયઃ સાનુબંધ હોય છે. સમ્યગ્દષ્ટ જો કદાચ પાપ કરે તો પણ “આ પાપ હેય છે” એવી એને સતત સભાનતા હોય છે. માટે તેને બંધાતું કર્મ નિરનુબંધ હોય છે.