________________ 18 ઉત્કૃષ્ટ પ્રદેશઉદયના સ્વામી સર્વવિરતિથી શીધ્ર પડી મિથ્યાત્વ પામી અશુભમરણ વડે પરભવમાં જાય ત્યાં કેટલોક કાળ ઉદયને આશ્રયીને પહેલી ત્રણ ગુણશ્રેણિઓ હોય છે. શેષ ગુણશ્રેણિઓ નરક વગેરે પરભવમાં મળતી નથી. તે ગુણશ્રેણિઓ ક્ષીણ થયા પછી જ મરણ થાય છે. ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલો ગુણિતકર્માશ જીવ ઉત્કૃષ્ટ પ્રદેશઉદયનો સ્વામી છે. (1) અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ = ર :- ગુણિતકર્માશ, ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલ, અવધિલબ્ધિરહિત, શીધ્ર ક્ષપક જીવને ૧૨માં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. અવધિજ્ઞાનઅવધિદર્શન ઉત્પન્ન કરતા અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણના ઘણા દલિતોની નિર્જરા થાય છે. તેથી અવધિજ્ઞાની અને અવધિદર્શનીને અવધિજ્ઞાનાવરણઅવધિદર્શનાવરણનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય ન થાય. શેષ જ્ઞાનાવરણ 4, શેષ દર્શનાવરણ 3, અંતરાય 5 = 12 :- ગુણિતકર્માશ, ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલ, શીધ્ર ક્ષપક જીવને ૧રમાં ગુણઠાણાના ચરમ સમયે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. (3) સમ્યકત્વમોહનીય, સંજ્વલન 4, વેદ 3 = 8:- ગુણિતકર્માશ શીધ્ર ક્ષેપક જીવને તે તે પ્રકૃતિના ઉદયના ચરમ સમયે તે તે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય હોય છે. D. 8 વર્ષ અને 7 મહિનાની ઉંમરે ચારિત્ર લઈ અંતર્મુહૂર્ત પછી ક્ષપકશ્રેણિ માંડે તે શીધ્ર ક્ષપક. ઘણા કાળ પછી ચારિત્ર લે અને લઈને ઘણા કાળ પછી ક્ષપકશ્રેણિ માંડે તે ચિરક્ષપક.