________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશઉદયની સાદ્યાદિપ્રરૂપણા 15 થતો હોવાથી તે સાદિ અને અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો પ્રદેશઉદય તે અજઘન્ય પ્રદેશઉદય છે. આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય કરી પડીને તેમનો અજઘન્ય પ્રદેશઉદય કરે ત્યારે તે અજઘન્ય પ્રદેશઉદય સાદિ છે. જેણે પૂર્વે આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય કર્યો નથી તેને આ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશઉદય અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓનો અજઘન્ય પ્રદેશઉદય ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશઉદય થાય ત્યારે અથવા ઉદયવિચ્છેદ થાય ત્યારે તેમનો અજઘન્ય પ્રદેશઉદય અધ્રુવ છે. ગુણશ્રેણિના શીર્ષ ઉપર રહેલા ગુણિતકર્માશ જીવને તે તે પ્રકૃતિઓના ઉદયના ચરમ સમયે તેમનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય છે. તે 1 સમય થતો હોવાથી સાદિ અને અદ્ભવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો પ્રદેશઉદય તે અનુત્કૃષ્ટ પ્રદેશઉદય છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય ધ્રુવ છે. ભવ્યને આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશઉદય થાય ત્યારે તેમનો અનુત્કૃષ્ટ પ્રદેશઉદય અધ્રુવ છે. મિથ્યાત્વમોહનીય :- ક્ષપિતકર્માશ જીવ પથમિક સભ્યત્વથી પડીને ૧લા ગુણઠાણે આવીને અંતરકરણને અંતે ગોપુચ્છાકારે રચેલ 1 આવલિકા પ્રમાણ દલિકોના ચરમ સમયે મિથ્યાત્વમોહનીયનો જઘન્ય પ્રદેશઉદય કરે છે. તે 1 સમય થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. મિથ્યાત્વમોહનીયનો તે સિવાયનો બધો પ્રદેશઉદય તે અજઘન્ય પ્રદેશઉદય છે. મિથ્યાત્વમોહનીયના જઘન્ય પ્રદેશઉદયથી પડીને તેનો અજઘન્ય પ્રદેશઉદય કરે ત્યારે તે અજઘન્ય પ્રદેશઉદય સાદિ છે. જેણે