________________ રસઉદય 1 1 (3) રસઉદય રસઉદય રસઉદીરણાની જેમ જાણવો. જઘન્ય રસઉદયના સ્વામિત્વમાં જઘન્ય રસઉદીરણાના સ્વામિત્વ કરતા થોડો ફેરફાર છે. તે આ પ્રમાણે છે - (1) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14 :- આ પ્રકૃતિઓનો જઘન્ય રસઉદય ૧૨માં ગુણઠાણાના ચરમ સમયે થાય છે. સંજ્વલન લોભ :- સંજવલન લોભનો જઘન્ય રસઉદય ૧૦મા ગુણઠાણાના ચરમ સમયે થાય છે. (3) વેદ 3 :- તે વેદની પ્રથમસ્થિતિના ચરમ સમયે તે તે વેદનો જઘન્ય રસઉદય થાય છે. (4) સમ્યકત્વમોહનીય :- દર્શન 3 નો ક્ષય કરનારને સમ્યકત્વમોહનીયની સ્થિતિના ચરમ સમયે સમ્યક્ત્વમોહનીયનો જઘન્ય રસઉદય થાય છે. શેષ પ્રકૃતિઓના જઘન્ય રસઉદયના સ્વામી તેમના જઘન્ય રસઉદીરણાના સ્વામીની જેમ જાણવા. શેષ બધુ રસઉદીરણાની જેમ જાણવું. (* मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः / - બ્રહ્મબિન્દ્રપનિષદ્ 2 મન જ મનુષ્યોના બંધ અને મોક્ષનું કારણ છે. જે ધનોપાર્જનમાં અત્યંત વ્યગ્ર છે, તે કોઈની સાથે ક્યાંય વાતો કરતો નથી. તો જે સંયમધનનું ઉપાર્જન કરવામાં વ્યગ્ર છે તે કોઈની સાથે શી રીતે વાતો કરે ?