________________ મૂળપ્રવૃતિઓમાં પ્રકૃતિઉદયની સાદ્યાદિપ્રરૂપણા છે. સાતા-અસાતાની ઉદીરણા સંક્લિષ્ટ અધ્યવસાયથી થાય છે. ૭મા વગેરે ગુણઠાણે વિશુદ્ધ અધ્યવસાયો હોય છે. તેથી ૭મા વગેરે ગુણઠાણે સાતા-અસાતાની ઉદીરણા થતી નથી.” (૧૦)નિદ્રા 5 - શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછીના સમયથી ઈન્દ્રિયપર્યાપ્તિના ચરમ સમય સુધી નિદ્રા 5 નો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પછી સર્વત્ર નિદ્રા 5 ના ઉદય-ઉદીરણા સાથે હોય. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પૂર્વે નિદ્રા પના ઉદય-ઉદીરણા ન હોય. (11) મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ 3, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર, જિનનામકર્મ = 10 :- ૧૪મા ગુણઠાણે આ પ્રકૃતિઓનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. તે સિવાય સર્વત્ર આ પ્રકૃતિના ઉદય-ઉદીરણા સાથે હોય. સાદ્યાદિપ્રરૂપણા - મૂળપ્રવૃતિઓમાં પ્રકૃતિઉદયની સાદ્યાદિપ્રરૂપણા - (1) મોહનીય :- ૧૧મા ગુણઠાણાથી પડીને ૧૦મા ગુણઠાણે આવે તેને મોહનીયનો પ્રકૃતિઉદય સાદિ છે. ૧૧મું ગુણઠાણુ નહીં પામેલાને મોહનીયનો પ્રકૃતિઉદય અનાદિ છે. અભવ્યને મોહનીયનો પ્રકૃતિઉદય ધ્રુવ છે. ભવ્યને ૧૧મું ગુણઠાણુ પામે ત્યારે મોહનીયનો પ્રકૃતિઉદય અધ્રુવ છે. (2) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, આયુષ્ય નામ, ગોત્ર, અંતરાય = 7 :- ૧૩મું ગુણઠાણુ પામે ત્યારે જ્ઞાનાવરણ, 1. પંચસંગ્રહ દ્વાર પની 100મી ગાથાની સ્વોપજ્ઞ ટીકામાં કહ્યું છે કે, આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ અને ઈન્દ્રિયપર્યાપ્તિ સુધી નિદ્રા પનો ઉદય હોય છે, પછી ઉદય-ઉદીરણા સાથે હોય છે.