________________ કર્મપ્રકૃતિ ઉદયાધિકાર પદાર્થસંગ્રહ ઉદય :- અબાધાકાળ પૂર્ણ થયે છત કે અપવર્તન વગેરે કરણોથી ઉદયસમયમાં આવેલા બંધાયેલા કર્મદલિકોને ભોગવવા તે ઉદય છે. ઉદયના ભેદ, સાદ્યાદિ પ્રરૂપણા, સ્વામિત્વ વગેરે ઉદીરણાની જેમ જાણી લેવા, કેમકે ઉદય અને ઉદીરણા પ્રાયઃ સાથે જ થાય છે. ઉદયના ચાર પ્રકાર છે - પ્રકૃતિઉદય, સ્થિતિઉદય, રસઉદય, પ્રદેશઉદય. (1) પ્રકૃતિઉદય 41 પ્રકૃતિઓ સિવાયની પ્રકૃતિનો જ્યાં ઉદય હોય ત્યાં તેમની ઉદીરણા હોય છે અને જ્યાં તેમની ઉદીરણા હોય છે ત્યાં તેમનો ઉદય હોય છે. 41 પ્રકૃતિઓના ઉદય-ઉદીરણામાં ભેદ છે. તે આ પ્રમાણે છે - (1) મિથ્યાત્વમોહનીય :- પ્રથમ ઉપશમસમ્યકત્વ પામતી વખતે ૧લા ગુણઠાણે પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વમોહનીયનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. તે સિવાય સર્વત્ર મિથ્યાત્વમોહનીયના ઉદય-ઉદીરણા સાથે હોય. (2) વેદ 3 :- ૯મા ગુણઠાણે તે તે વેદની પ્રથમસ્થિતિની