________________
(૧૪)
જિનેશ્વરની વાણી
| (મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી,
અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી, હારિણી મોહ,
તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ,
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે, અહો ! રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ,
જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ભાવાર્થ – શ્રી મોક્ષમાળાના ૧૦૭મા પાઠરૂપે આ મંગળાચરણ છે. તેમાં ભગવાનની વાણીની અપૂર્વતા શ્રીમદ્ રાજચંદ્ર પ્રગટ કરી છે.
નિગોદના જીવને મરણકાળ જ્ઞાન હોય છે તે ઓછામાં ઓછું જ્ઞાન છે. તેનો વિકાસ થતાં કેવળજ્ઞાન થતાં જ્ઞાનની પૂર્ણતા થાય છે. ત્યાં સુઘીના જ્ઞાનના ભેદો, જ્ઞાનથી જણાતા પદાર્થોના ભેદો, વિશ્વનું વર્ણન, સમ્યક્દર્શનથી શરૂ કરી કેવળજ્ઞાન થતાં સુઘીના પુરુષાર્થભેદ આદિ અનેક ભાવો ભિન્ન ભિન્ન ભૂમિકાના જીવોને ઉપકારી થાય તેમ જિનેશ્વરની વાણીમાં વર્ણવેલ છે.
પરસ્પર વિરોઘ ન આવે તેવી અનેક અપેક્ષાઓ કે ન સહિત વસ્તુને સમજાવવાના પ્રકારોરૂપ નિક્ષેપો સહિત તે વાણી