________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XVII રોગથી પીડાયો. માતા-પિતાના શોકનો પાર ન રહ્યો. જેમતેમ કરીને મંત્ર-તંત્રના પ્રયોગથી સંગ્રહણીનો રોગ શાંત થયો ત્યાં શીતળાએ ઘેરી લીધો. આ રીતે લગભગ એક વર્ષ સુધી બાળકને અત્યંત કષ્ટ પડ્યું. સંવત ૧૬૫૦ માં બાળકે પાઠશાળામાં જઈને *પાડે રૂપચન્દજીની પાસે વિદ્યા મેળવવાનું શરૂ કર્યું. બાળકની બુદ્ધિ ઘણી તીર્ણ હતી, તે બે-ત્રણ વર્ષમાં જ સારી રીતે હોશિયાર બની ગયો.
જે વખતનો આ ઈતિહાસ છે. તે વખતે દેશમાં મુસલમાનોની પ્રબળતા હતી. તેમના અત્યાચારોના ભયથી બાળ-વિવાહનો વિશેષ પ્રચાર હતો. તેથી ૯ વર્ષની ઉંમરે જે ઔરાબાદના શેઠ કલ્યાણમલજીની કન્યા સાથે બાળક બનારસીદાસજીની સગાઈ કરી દેવામાં આવી, અને બે વર્ષ પછી સં. ૧૬૫૪ માં મહા સુદ ૧૫ ને દિવસે વિવાહ થઈ ગયા. જે દિવસે વહૂ ધરમાં આવી તે જ દિવસે ખગસેનજીને ત્યાં એક પુત્રીનો જન્મ થયો અને તે જ દિવસે તેમની વૃદ્ધ દાદીમાં મુત્યુ પામ્યાં. આ બાબતમાં કવિ કહે છે:
નાની મરન સુતા જનમ, પુત્રવધૂ આગૌન; તીનોં કારજ એક દિન, ભયે એક હી ભૌન. યહ સંસાર વિડંબના, દેખ પ્રગટ દુ:ખ ખેદ;
ચતુર-ચિત્ત ત્યાગી ભયે, મૂઢ ન જાનહિં ભેદ. બનારસીદાસજીની ઉંમર આ વખતે ૧૪ વર્ષની થઈ ગઈ હતી, બાલ્યકાળ વીતી ગયો હતો અને યુવાવસ્થાની શરૂઆત હતી. આ વખતે પંડિત દેવદત્તજી પાસે ભણવું એ જ તેમનું એક માત્ર કામ હતું. ધનંજયનામમાળા આદિ કેટલાંક પુસ્તકો તેઓ શીખી ગયા હતા. જેમ કે
પઢી નામમાલા શત દોય, ઔર અનેકારથ અવલોય; જ્યોતિષ અંલકાર લઘુલોક ખંડસ્કુટ શત ચાર શ્લોક.
યૌવનકાળ યુવાવસ્થાની શરૂઆત ખરાબ હોય છે. ઘણા માણસો આ અવસ્થામાં શરીરના મદથી ઉન્મત થઈને કુળની પ્રતિષ્ઠા, સંપત્તિ, સંતતિ વગેરે સર્વનો નાશ કરી નાખે છે. આ અવસ્થામાં વડીલોનો પ્રયત્ન જ રક્ષણ કરી શકે છે, નહિ તો કુશળતા રહેતી નથી.
* જિનેન્દ્ર-પંચકલ્યાણકના રચયિતા પાંડ રૂપચંદજી અધ્યાત્મના વિદ્વાન અને પ્રસિદ્ધ કવિ હતા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com