________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
નૃપ પ્રત્યે આકર્ષાઈ રાજાની કામવિહવળ સ્થિતિ અને મને દશા પારખી જઈ યૌવનવતી વનમાબાએ પણ પ્રસંગને લાભ લેવાને નિશ્ચય કર્યો. સ્ત્રી જાતિને ચપળા કહેવામાં આવે છે તે તેની આવી
જાતની વિચારસરણને અંગે જ, કામ પણ એવી વસ્તુ છે કે તે પિતાને વશ પડેલા પ્રાણીઓને સારાસારનું ભાન ભૂલાવે છે. વનમાળા અને સુમુખનું તારામૈત્રક થયું અને બંને જાણે દૂરથી જ એક બીજાના હૃદય પરસ્પર અર્પણ કરતાં હોય તેમ સ્તબ્ધ બની જઈ વનમાળા પિતાનું પાણી ભરવા જવાનું કાર્ય ભૂલી ગઈ રાજવી પિતાની યવાડી ભૂલી ગયો. એક કવિએ ખરેખર સાચું જ કહ્યું છે કે
નયન નયનકી આરસી, નયન નયનકે હેત;
નયન નયનકે નયનમેં, નયન નયનકે દેત. રાજાને આ પ્રમાણે પૂતળાની માફક ખંભિત અને વિચારમગ્ન બની ગયેલ જાણી સુજ્ઞ સુમતિ મંત્રી વસ્તુસ્થિતિ પારખી ગયો, પણ આ સંબંધમાં વચલો માર્ગ કાઢ્યા સિવાય છૂટકે ન હતે. તેણે તરત જ પિતાનો અશ્વ રાજહસ્તી સન્મુખ ખડે કર્યો અને રાજવીને નમ્ર વાણીમાં કહ્યું કે “રાજન ! આ વાડીના હર્ષ દાયક પ્રસંગે આપને વચ્ચે આટલી બધી ઢીલ શા માટે કરવી પડે છે? વિષાદનું કેઈ કારણ નથી. ઉદ્યાનમાં દાસદાસીઓ વિવિધ સામગ્રી સાથે ઉપસ્થિત થયેલ છે અને આપનું અંતઃપુર પણ કયારનું ય ત્યાં રાહ જોઈ રહ્યું છે, માટે આપ હસ્તિને આગળ
ચલાવવાની આજ્ઞા આપે. આપની આ જાતની વર્તણૂકથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com