________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
આદિ મહોત્સવ જતો અને તેમાં પરજને પણ પૂર્ણ ઉલ્લાસથી ભાગ લેતા.
એકદા સર્વ ઋતુઓમાં શિરેમણિ વસંતઋતુ આવી પહચતા વસંતેત્સવ ઊજવવા માટે રાજાએ આજ્ઞા કરી. જાણે રાજને સત્કાર કરવાનું જ હોય તેમ ઉદ્યાન પણ નૂતન પત્ર-પુષ્પથી વિકસિત અને પ્રફુલ્લિત બન્યું હતું. રાજસાહિબી સાથે રાજવીએ ગજારૂઢ થઈ પિતાને પુષ્કળ પરિવાર સાથે ઉધાન તરફ પ્રયાણ કર્યું. રાજમાર્ગ પરથી પસાર થઈ પ્રજાજનેનાં પ્રણિપાતન સ્વીકારતે રાજહસ્તી મંદગતિએ જઈ રહ્યો છે તેવામાં એકાએક જેમ વીજળીના ચમકારથી સમગ્ર ગગનમંડળ વ્યાપ્ત થઈ જાય તેમ સમગ્ર રાજસ્થારી અચાનક સ્થભિત બની ગઈ.
વિશાળ રાજમાર્ગને એક ખૂણે વીરફનીંદ નામના વણનું ઝુંપડું આવેલ હતું. વિરકુવીંદને વનમાળા નામની અપ્સરા તુલ્ય પત્ની હતી. બંને જણા સંતેષથી આજીવિકા ચલાવી સુખમય રીતે સંસારી જીવન પસાર કરતા હતા. વીરકુવીંદ સામાન્ય સ્થિતિને માણસ હતું. વનમાળા તેની જ્ઞાતિની જ સ્ત્રી હતી પરંતુ બંને વચ્ચે આકાશ પાતાળ જેટલું અંતર હતું. વનમાળા સાથેના તેના સંબંધથી એમ કહેવાતું કે “કાગડાની કોટે રત્ન બાંધવામાં આવ્યું છે” પણ કર્મને અબાધિત નિયમને અનુસર્યા સિવાય કોઈને ચાલતું નથી.
જ્યારે રાજા સુમુખ રાજમાર્ગેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વનમાળા પાણી ભરવા નિમિત્તે પિતાની ઝુંપડીમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com