________________
પુષ્પધન્વાની પીડા બહાર નીકળી અને રાજસ્થારી જેવા લાગી. અચાનક રાજાની દષ્ટિ તેના પર પડી અને તેના વિકસિત કમળ જેવા લોચન, ચદ્ર સરખું ઉજજવળ મુખ અને સુરેખ તેમજ ઘાટીલા સુંદર ગાત્રો જોઈ રાજા તેના તરફ આકર્ષા. રાજાને વનમાળા આ ભૂલોકમાં અપ્સરા તુલ્ય માલુમ પડી અને તે હલકા કુળની હોવા છતાં અંતપુરની પટરાણીઓ તેની આગળ તેને તુચ્છ ભાસવા લાગી. તેના હૃદયમાં તેના પ્રત્યે અનુરાગ ઉપજે અને કામદેવે ધીમે ધીમે તેના પર પિતાને પ્રભાવ અજમાવવા માંડ્યો. કામદેવની રીતિનીતિ એવી છે કે એક વખત પિતાના સપાટામાં કે સપડાયો કે પછી તેને વિશેષ ને વિશેષ ઝકડવા માટે તે પિતાના સમગ્ર શોને ઉપયોગ કરે શરૂ કરી દે છે. રાજા પિતાની સ્થિતિનું તેમજ સ્થાનનું ભાન ભૂલી ગયા અને વનમાળા જાણે દેવલોકમાંથી ઉતરી આવી હોય અગર તે નાગલોકમાંથી પાતાળકન્યા આવી પહોંચી હોય તેમ જણાયું. તેને લાગ્યું કે વિધાતાએ વનમાળા મારા જેવા શૂરવીર રાજવી માટે જ સર્જી છે, તે મારે તેને અવશ્ય મારી પટ્ટરાણું બનાવવી. આવા વિચાર-તરંગે ચઢેલ રાજાએ મહાવતને ગજ ઊભું રાખવા આજ્ઞા ફરમાવી અને જાણે વનમાળાના નયન–બાણથી વીંધાય હાય-ઘાયલ થઈ ગયે હોય તેમ ત્યાંથી એક ડગલું પણ આગળ વધી શકી નહીં. તેના પ્રત્યેક અવયનું તે નિનિમેષ નયને અવલોકન કરવા લાગ્યો. ધીમે ધીમે તેની કામવિહુવવ્રતા વધતી ગઈ અને રાજવીની આ સ્થિતિ નીરખી સમગ્ર રાજસ્સારી પણ પત્થર સદશ સ્થંભી ગઈ.
બીજી બાજુ કુદરતી સંયોગાનુસાર વનમાળા પણ સુમુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com