________________
૨૧
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત,
થઈ જવાના કારણે ભ્રમ નિવારણાર્થે આ સૂત્રનું નામ બૃહત્કલ્પસૂત્ર આપ્યું છે તેથી આ પ્રચલિત નામ અર્વાચીન છે.
આ સૂત્રનો સંપૂર્ણવિષય સાધુ, સાધ્વીના આચારની પ્રમુખતાને બતાવે છે. અર્થાત તેમાં વિધિ, નિષેધ અને પ્રાયશ્ચિત્ત સૂચક કથન છે. સંઘ પ્રમુખો તથા સંઘાડા પ્રમુખોની જાણકારી યોગ્ય વિષય જ અધિક છે. તો પણ સામાન્ય રીતે બધા સાધુ, સાધ્વીજીઓને અધ્યયન યોગ્ય આ શાસ્ત્ર છે. કારણ કે ત્રણ વર્ષની દીક્ષા બાદ પ્રત્યેક પ્રજ્ઞાવાન સાધુ યથાવસર સંઘાડા પ્રમુખ બની વિચરણ કરે જ છે. (૪) વ્યવહાર સૂત્ર – ચાર છેદ સૂત્રોમાં આ જ એક એવું સૂત્ર છે કે જેના નામમાં અને તેના ઇતિહાસમાં પ્રારંભથી અંત(આજ) સુધી કોઈ પરિવર્તન થયું નથી. તેથી એનું આ વ્યવહાર સૂત્ર' નામ આગમ, વ્યાખ્યા અને ગ્રન્થ આદિથી સર્વ સંમત નામ છે. આ સૂત્રનો વિષય એના નામથી જ સ્પષ્ટ છે કે વ્યવહારિક વિષયોનું સૂત્ર અર્થાત્ ગચ્છ વ્યવહાર, સંઘ વ્યવહાર આદિ વ્યવસ્થાઓની સૂચનાઓનું શાસ્ત્ર.
આ સૂત્રમાં સાધ્વાચારનો વિષય પણ છે, તે પણ વ્યવસ્થાલક્ષી વધારે છે, તેથી આ એક સંઘ વ્યવસ્થા સૂચક શાસ્ત્ર છે. વ્યાખ્યાકારોએ તેને પ્રાયશ્ચિત્ત પરક શાસ્ત્ર પણ કહ્યું છે. જેની સાર્થકતા પહેલા ઉદ્દેશાના ૧૮ સૂત્રોથી થાય છે. આ સૂત્રના પ્રમુખ વિષયો – ૧. પરિહાર તપ અને પારિવારિક સાધુની વ્યવસ્થા. ૨. ગચ્છ ત્યાગી એકાકી તેમજ શિથિલાચારી સાધુઓને ફરીથી ગચ્છમાં લેવા સંબંધી વ્યવસ્થા, ૩. વિચરણ વ્યવસ્થા અને આચાર્યાદિની સાથે સાધુ સાધ્વીની આવશ્યક સંખ્યા. ૪. આચાર્ય અને ઉપાધ્યાય પદ દેવાની યોગ્યતા અયોગ્યતાની અને અન્ય પરિસ્થિતિઓની સૂચનાઓ. ૫. અધ્યયન-અધ્યાપનની વ્યવસ્થા અને ચેતવણી. ૬. સાધુ-સાધ્વીના પરસ્પર વ્યવહાર, વિવેક, વ્યવસ્થા. ૭. દીક્ષા અને સેવા સંબંધી વ્યવસ્થા. ૮. સ્વાધ્યાય અને ક્ષમાપના કરવાની વ્યવસ્થા, ૯. મૃત સાધુ અંગેના પરિષ્ઠાપન કર્તવ્ય. ૧૦. આહાર અને ગવેષણા સંબંધી તથા શય્યાતર સંબંધી નિર્દેશ. ૧૧. અભિગ્રહ પડિમાઓની વિધિઓ.
- દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર, આ ત્રણે સૂત્રોનું પૂર્વોમાંથી નિસ્પૃહણ કરી સ્વતંત્ર સૂત્રરૂપમાં સંકલન કર્યું છે. તેથી આ ત્રણે સૂત્રોના મૂળભૂત રચયિતા ગણધર સુધર્મા સ્વામી છે અને પ્રસ્તુત સૂત્ર રૂપમાં ઉદ્ધરણકર્તા ચૌદ પૂર્વ આચાર્ય ભદ્રબાહુ સ્વામી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org