________________
પછી અમે એકપણ શબ્દ ન બેસતાં ગુપચુપ કિલ્લામાં ચાલ્યા આવ્યા.”
આ વાત સાંભળી તે વૃદ્ધ સરદાર હાથપર હડપચી ટેકવી થોડા વખતને માટે વિચારમાં મગ્ન થઈ ગયું. પછી તે એક લાંબે નિસાસો નાંખીને બોલ્યો-“ચંદ્ર! આજે પર્વતમાં બનેલા બનાવની હકીકત સાંભળી મારું ઉદ્વિગ્ન ચિત વધારે–બહુજ-ઉદિગ્ન થઈ ગયું છે. આ બાબતને અત્યારે અત્યારે જ ઘટ જોબસ્ત કરી નાખવો જોઈએ.”
એમ કહી તે વૃદ્ધ સરદાર જ્યાં બેઠો હતો ત્યાંથી ઉડી ગ. તે ગંભીર અને ગહન વિચાર કરતો તે ઘરમાં ચારે તરફ ફરવા લાગે. ઘણો વખત વીતી ગયા પછી તે બોલ્યા–“ મારી કૃપાને આ દુપગ લલિત તરફથી કરવામાં આવશે, એમ મને કઈ કાળે પણ લાગ્યું નહોતું. તે બહુજ સદ્ગુણી કરે છે, એવી મને પાકી ખાત્રી છે. પણ હવે આ બાબત હદ ઓળંગી ન જાય તે માટે આપણે યોગ્ય વિચાર અને બંબસ્ત કરવાની ખાસ જરૂર છે. હવે તેઓ ફરી એકત્ર ન થઈ શકે, એવી પાકી ગોઠવણ આપણે કરવી જોઈએ અને બહુજ સાવચેતી રાખવી જોઈએ. સિવાય ભાગ્ય યોગે આપણે આપણે કિલ્લો બોલ્યો તે પહેલાં જ સરદાર દુર્જનસિંહે પ્રભાનું પોતાને માટે માગું પણ કર્યું છે.”
“કોણે-દુર્જનસિંહે ? છમ્ છમ્ ! પિતાજી ! મને તે બિલકુલ પસંદ નથી. ” ચંદ્ર બહુજ આશ્ચર્ય પામી કહ્યું.
“ તને પસંદ નથી તેનું કોઈ કારણ?”
એજ કે–તેની ઉમર બહુજ મેટી હોવા સબબ તે પ્રમાણે માટે લાયક નથી.”
“ચંદ્ર! તેને ઉચ્ચ દરજે, વિશાળ વૈભવ અને રાજદરબારમાંનું તેનું વજન એ બધા તરફ જતાં ફક્ત એક મેટી ઉમર હવા સબબ તે વર હાથમાંથી જવા દે, એ મને તે યોગ્ય લાગતું નથી. તેમજ આપણી પ્રજાને માટે આ સમયે-આપણી સ્થિતિને વિચાર કરતાં આ વર મળે એ અશક્ય છે અને આ મળેલે સમય હાથમાંથી જવા દે, એમાં ડહાપણ નથી. હવે આપણે લલિત અને પ્રભા ન મળી શકે–એકત્ર ન થઈ શકે તેમના ચિત્તમાં રોપાએલું પ્રેમનું બી વધારે ન વધી શકે-એટલા માટે દુર્જનસિંહને અહીં બોલાવી તેની સાથે ભારે વિવાહ કરી નાંખો, એ રીતે વધારે સારો, સરસ અને સગવડવાળે છે. આ બાબતમાં તારે શો અભિપ્રાય છે.”
* એજ કે-આપની ઈચ્છા મુજબ કાર્ય થતાં બે મહાબળવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com