________________
કઈક થયું તે જોઈએજ કાંઈક બનશે, એ ભય રાખનાર આ કિલ્લામાં એક નહિ પણ અનેક મનુષ્યો છે, એમ હું માનું છું.”
હા. આપની આ માન્યતા બરાબર છે. વાર પણ કુમાર! તમને ભૂતપિશાચ ઉપર વિશ્વાસ છે ખરે?”
વીજલને આ અજાયબી ભરેલો વિચિત્ર પ્રશ્ન સાંભળી લલિત તેના મુખ તરફ જોવા લાગ્યો. તેણે ખાસ કરીને આ પ્રશ્ન પિતાને પૂ હશે, એવી શંકા એકદમ તેના હૃદયમાં ઉત્પન્ન થઈ આવી, તેણે ફરી વીજલના મુખ તરફ ભેદક દૃષ્ટિએ જોયું અને પછી બે
વીજલ! વિધાતાએ આપણા જેવીજ ભૂતપિશાચ વિગેરેની નિનિર્માણ કરી છે. એમ હું માનું છું. જે આપણે તેના ઉપર વિશ્વાસ ન રાખીએ તે. પણ આપણા હમેશના વ્યવહારને કાંઈ બાધ આવી શકે તેમ નથી. છતાં પણ એ વાત તે નજ ભૂલવી જોઈએ કે–તે પણ વિધાતાએ નિર્માણ કરેલી એક યોનિ છે. જો કે તે ભત્પાદક છે, એમ લેકે કહે છે, છતાં પણ નીતિ-ન્યાય અને ધર્મ તથા સત્યને અનુસરીને ચાલનારા પુરૂષોને તેના તરફથી ભય રાખવાનું કાંઈ કારણ નથી. પણ વીજલ ! આજે આ વિચિત્ર પ્રશ્ન મને પૂછ વાનું તારે કોઈ પ્રયજન?”
પ્રજને તે કાંઈ નહી પણ આજે આ કિલ્લામાં એજ વિષયની ચર્ચા ઘણુ ખરા મનુષ્યો કર્યા કરે છે. દૂર્ગમાં પુષ્કળ મેભાને આવ્યા છે તેનું મુખ્ય પ્રયજન પણ એજ છે. અજયગમાં મહિષબલી–મહત્સવને સમયે એક ચમત્કારિક બનાવ બને છે, તે પિતાની નજરોનજર જોવાની ઘણા ખરા મેમાનની મરજી છે-જીજ્ઞાસા છે અને આજે સવારથી ઘણું ખરા મનુષ્ય તેની તેજ ચર્ચા કર્યા કરે છે.”
આ વિચાર લલિતના હૃદયમાં પણ સવારથી જ એક સરખો છે ળાયા કરતે હતે. કિલ્લાની પૂર્વદિશા તરફના પર્વત પ્રદેશમાં પોતે
જ્યારે શિકારે ગયો હતો અને અચાનક રીતે તે વૃદ્ધ વનચરીને પિતાને ભેટે થઈ ગયે તેમજ તે મહિષબલી મહત્સવની બાબતમાં તે ડોસીએ જે ઉગારે કાઢયા હતા તે લલિત ભૂલી ગ નહોતે. રાત્રે ભેજન સમયે દુર્ગને ખરો માલેક આવશે ! એવું જે વાક્ય તે ડોસીએ કહેલ તે વાક્ય હજુ પણ તેના સ્મરણમાંથી ખસ્યું નહેતું.
* જીવાનામુત્તિસ્થાનૈયોનિ છે ઇવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com