________________
૧૧૫ પાસે કોનું લોહી રેડાયું છે અને ચંદ્રની સાથે વાતચિત કરતાં તે તારી તરવાર ઉપર હાથ મૂક્યો હતો કે નહિ? બેલ, ખરું બેલ!”
ક્રોધના અત્યંત આવેશમાં આવી જઈ ઉપરાઉપરી સરદાર સજ્જને પૂછેલા પ્રશ્નો સાંભળી લલિત જરા ગુંચવાઈ ગયે અને બે -“સરદાર ! એકંદર પરિસ્થિતિ ઉપરથી તમને મારા ઉપર વહેમ આવે એ સ્વાભાવિક છે; પણ હું પરમેશ્વરને માથે રાખી ખરેખર્જ કરું છું કે
લલિત ઉપરનું વાકય પુરૂં કરે તે પહેલાં જ સભામહેલને દર વાજો ઉઘડ્યો અને એક બીજો અરણ્યરક્ષક ત્યાં આવી પહોંચ્યો. તેનાં તમામ કપડાં પાણીથી ભીંજાએલાં હતાં. તેના હાથમાં ભીંજાએલે એક ફેટ અને અંગરખું એમ બે ચીજ હતી. તે બને ચીજો તેણે સરદાર સર્જનની સમક્ષ મૂકી અને અદબથી પ્રણામ કરીને બો:- “અન્નદાતા ! આ બને ચીજો પાણીના પ્રવાહમાં તણાતી જતી હતી. આ બન્ને ચીને આપના પુત્ર ચંદ્રસિંહની જ છે, તે મેં ઓળખી લેવાથી હું પાણીમાં કૂદી પડ્યો અને આ બને ચીજો પાણીમાંથી કાઢી આપની પાસે લઈ આવ્યો છું.”
“આ ફેટ તે મારા પ્રિયપુત્ર ચંદ્રસિંહને જ છે અને અંગરખું પણ તેનું જ છે !” એમ કહી તે વૃદ્ધ સરદાર એકદમ જ્યાં બેઠો હતો ત્યાંથી ઉભો થઈ ગયો અને બુમ પાડીને બોલી ઉઠયો કે“હાય ચંદ્ર! તું કયાં છે?” પછી લલિત તરફ ફરીને બોલ્યો“એ દુષ્ટ ! આ સજ્જડ પુરાવો તારી વિરૂદ્ધ છતાં તું તારું નીચ કૃત્ય નાકબૂલ કરે છે?”
શું કુમારનું ખૂન ?” એટલું કહેતાંજ લલિત લગભગ બેભાન જેવો બની ગયો છતાં ધીરજ રાખી ઉભો રહે અને બે -“ સર, દર ! હું તદન નિર્દોષ છું.” એટલું જ કહી તે એકદમ પૃથ્વી ઉપર પછડાઈ પડ્યો.
ઘણા વખત પછી જ્યારે લલિત શુદ્ધિમાં આવ્યો ત્યારે પિતે ક્યાં છે, તે બાબતમાં તે કાંઈ પણ સમજી શક્યો નહિ. તેને પોતાની ચારે તરફ જોયું તો તેને ચારે તરફ અંધકાર જણાય. ધીમે ધીમે એક પછી એક વાતનું તેને મરણ થવા લાગ્યું. તેને કપાળ ઉપરથી હાથ ફેરવવા પિતાને હાથ ઉચે કર્યો ત્યારે કાંઈક અવાજ થયો અને તેને જણાયું કે પોતાના હાથ લોઢાની જબરદસ્ત જંજરથી જકડી લીધેલ છે. તેણે ઉભા થવાની કોશીશ કરી તે પિતાના પગમાં બે પડેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com